સુરત : ઉપરવાસમાં વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો, 1.91 લાખ ક્યુસેક પાણીની આવક

0
0

સુરતઃ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. હાલ બે લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ઉકાઈ ડેમની સપાટી 336.58 ફુટ પર પહોંચી છે.

કોઝ વે ભયજનક સપાટીની ઉપરથી વહી રહ્યો છે

ઉપરવાસમાં વરસાદને પગલે હથનુર ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાતા ઉકાઇ ડેમમાંથી 1.12 લાખ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરાઇ રહ્યું છે. ઉકાઇ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. રૂલ લેવલ 335 ફૂટ મેઇન્ટેઇન કરવા ઉકાઇ ડેમના 10 દરવાજા 5 ફૂટ સુધી ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા કોઝવેની સપાટી 8.39 મીટરે પહોંચી ગઇ છે.

ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ

ઉકાઇના ઉપરવાસમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ઉકાઇમાં પાણીની આવક અને હથનુરમાંથી પાણીની જાવકમાં યથાવત રહી છે. મધ્યભારત પર સાઇકલોનિક સક્યુલેશન અને મોન્સૂન ટ્રફથી વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છએ. દરમિયાન છેલ્લા 24 કલાકમાં ઉકાઈના ઉપરવાસમાં 338 મિમિ વરસાદ નોંધાયો છે.

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે

ઉકાઈ ડેમમાંથી 1.12 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી તાપી નદી બે કાંઠે વહી રહી છે. અને તાપી નદી પર આવેલા નાના કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બારડોલી નજીક આવેલો હરીપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા 10 જેટલા ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. જ્યારે તાપી નદી પર સુરત સિટીમાં આવેલો કતારગામ-રાંદરેને જોડતો કોઝ વે છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ કોઝવે ભયજનક સપાટી 6 મીટરની ઉપરથી વહી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here