લોકડાઉનમાં 1.98 લાખ દર્દી મળ્યા, છૂટ મળી તો ઝડપ 725% વધી

0
0

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા એક કરોડને પાર થઈ છે. 30 જાન્યુઆરીએ કેરળમાં પ્રથમ સંક્રમિત વ્યક્તિ મળી હતી. ત્યારથી 324 દિવસમાં આ આંકડો એકથી એક કરોડ સુધી પહોંચી ગયો છે. અત્યારસુધીમાં 1.45 લાખથી વધુ લોકો સંક્રમણને કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. જોકે રાહતની વાત છે કે દેશમાં કોરોનાના દર્દીઓના સ્વસ્થ થવાની ઝડપ પણ ઘણી વધારે છે. અત્યારસુધીમાં 95.41% એટલે કે 95 લાખથી વધુ લોકો રિકવર થઈ ચૂક્યા છે. 3.05 લાખ દર્દી એવા છે, જેનો ઈલાજ ચાલી રહ્યો છે.

સપ્ટેમ્બરમાં કોરોનાની પીક આવી…

એપ્રિલ અને મે મહિના સુધીમાં દરરોજ દેશમાં બેથી પાંચ હજાર નવા કેસ સામે આવી રહ્યા હતા. જૂનમાં આ વધીને પાંચથી વીસ હજાર થયા. જુલાઈમાં દરરોજ 20થી 57 હજાર લોકો સંક્રમિત મળવા લાગ્યા. ઓગસ્ટમાં આ આંકડો 60થી 75 હજાર વચ્ચેનો થયો. સપ્ટેમ્બરમાં એક દિવસમાં 97 હજાર સુધી કેસ સામે આવ્યા. 17 સપ્ટેમ્બરે દેશમાં કોરોનાની પીક હતી. મતલબ ત્યારે સૌથી વધુ લોકો સંક્રમિત મળી આવ્યા હતા.

17 સપ્ટેમ્બરે દેશમાં 10.17 લાખ એક્ટિવ દર્દી હતા, જે અત્યારસુધીના સૌથી વધુ છે. એક્ટિવ દર્દી એટલે એવા દર્દી જેમનો ઈલાજ ચાલી રહ્યો છે, ત્યારથી એક્ટિવ કેસમાં સતત ઘટાડો જારી છે. હવે દેશમાં આવા માત્ર 3.05 લાખ દર્દી રહ્યા છે, જેમનો ઈલાજ ચાલી રહ્યો છે, બાકી સ્વસ્થ થઈ ગયા છે અથવા તો પછી તેમનું મોત થઈ ચૂક્યું છે.

દેશમાં વધ્યો કોરોના

30 જાન્યુઆરીએ ચીનના વુહાન શહેરથી આવેલી 20 વર્ષની મહિલા કોરોના સંક્રમિત મળી હતી. આ દેશનો પ્રથમ કેસ હતો.

3 ફેબ્રુઆરી સુધી કેરળમાં જ ત્રણ નવા કેસ આવી ચૂક્યા હતા. આ તમામ લોકો વિદેશયાત્રાથી પરત આવ્યા હતા.
3 માર્ચ સુધી દેશમાં કુલ છ કેસ રિપોર્ટ થયા હતા.

4 માર્ચે ઈટાલીના એક ટૂરિસ્ટ ગ્રૂપના 14 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

12 માર્ચે સાઉદી અરેબિયાથી પરત આવેલા 76 વર્ષના એક કોરોનાના દર્દીનું મોત થયું. સંક્રમણથી દેશમાં આ પ્રથમ મોત હતું.

22 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યૂનું આહવાન કર્યું.

24 માર્ચે વડાપ્રધાને 21 દિવસ માટે લોકડાઉન જાહેર કર્યું. આ લોકડાઉન 25 માર્ચથી લાગુ થયુ.

14 એપ્રિલથી આ લોકડાઉન 3 મે સુધી વધારી દેવાયું. એના પછી વધુ બે વખત વધારવામાં આવ્યું.3 મેથી 17 મે અને પછી 17થી 31 મે સુધી લોકડાઉન વધ્યું.

1 જૂનથી લોકડાઉનમાં છૂટ મળવાની શરૂ થઈ અને અત્યારસુધીમાં સમગ્ર દેશ લગભગ સંપૂર્ણપણે ખૂલી ચૂક્યો છે.
લોકડાઉનમાંથી છૂટ મળવાની સાથે જ કોરોનાની ઝડપ વધી

25 માર્ચથી 31 મે સુધી દેશમાં 1.98 લાખ લોકો કોરોનાથી સંક્રમિત મળી આવ્યા હતા. લોકડાઉનમાંથી છૂટ મળતાં જ કોરોનાની ઝડપ વધી ગઈ. 725%ની ઝડપથી નવા કેસો સામે આવવા લાગ્યા. 16 જુલાઈ સુધીમાં સંક્રમિતોની સંખ્યા 10 લાખ થઈ ગઈ. તેના આગામી 21 દિવસમાં 10 લાખ થઈ 20 લાખ દર્દી થઈ ગયા. સૌથી ઝડપી 40થી 50 લાખ કેસ થવામાં માત્ર 11 દિવસ લાગ્યા હતા.

11 શહેરમાં 27% કોરોનાના દર્દીઓ…

સંક્રમણની સૌથી વધુ અસર રાજધાની દિલ્હી, મુંબઈ સહિત 11 શહેરમાં છે. દેશના 27% કોરોનાના દર્દીઓ આ જ શહેરોમાં છે. આ જ શહેરોમાં સૌથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમાં મહારાષ્ટ્રનાં પાંચ અને પશ્ચિમ બંગાળનાં બે શહેર છે. દેશના સૌથી મોટા રાજ્ય યુપીનું એકપણ શહેર આ યાદીમાં સામેલ નથી.

16 કરોડ લોકોની તપાસ થઈ, એમાંથી 6.25% સંક્રમિત મળ્યા…

દેશમાં અત્યારસુધીમાં 16 કરોડ લોકોની તપાસ થઈ ચૂકી છે અર્થાત દેશની 11% વસતિનો ટેસ્ટ થયો છે. એમાં 6.25% લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દીઓ મળ્યાની સૌથી વધુ ઝડપ મહારાષ્ટ્રમાં છે. અહીં પોઝિટિવિટી રેટ 15.8% છે. આ ઉપરાંત ગોવામાં 13.1%, ચંડીગઢમાં 11.4%, નાગાલેન્ડમાં 10%, કેરળમાં 9.7%ની ઝડપે કોરોનાના દર્દીઓ મળી રહ્યા છે.

થોડી ખાસ જાણકારી : ટેસ્ટિંગના મામલે ઉત્તરપ્રદેશ સૌથી આગળ છે. અહીં 2.2 કરોડ લોકોની તપાસ થઈ ચૂકી છે.
સૌથી વધુ 12% એક્ટિવ દર્દી હિમાચલ પ્રદેશમાં છે.

રિકવરીના મામલે દાદરા એન્ડ નગરહવેલી સૌથી આગળ છે. અહીં અત્યારસુધીમાં 98.8% લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. આંધ્રપ્રદેશમાં 98.7% લોકો સ્વસ્થ થઈ ગયા છે.

ડેથ રેટના મામલે પંજાબ આગળ છે. અહીં અત્યારસુધીમાં 3.2% દર્દીનાં મોત થઈ ચૂક્યાં છે. મહારાષ્ટ્રમાં 2.6% દર્દીનાં મોત થયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here