દહેગામ : ખાનપુર ગામ ના ૪૦ બ્રાહ્મણો ૫૨ (બાવન) ગજની ધજા સાથે પગપાળા અંબાજી જવા રવાના

0
208

દહેગામ તાલુકાના ખાનપુર ગામના ૪૦ તપોધન બ્રાહ્મણો ૨૦ વર્ષથી ૫૨ (બાવન) ગજની ધજા લઈને પગપાળા સંઘ દ્વારા અંબાજી જાય છે.

ભાદરવા માસમા અંબાજીના ધામે જવા માટે ગુજરાતના ખુણે ખુણામાંથી ભાવી ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ થઈ જવા પામ્યો છે. અને સમગ્ર તાલુકાના અને શહેર તથા  ગ્રામ્ય વિસ્તારોના માર્ગો ઉપર પગપાળા અંબાજી જવા માટે પ્રેરાણ ચાલુ થઈ જવા પામ્યુ છે. તેવી તાજેતરમા માહિતી મળવા પામી છે કે દહેગામ તાલુકાના ખાનપુર ગામે આવેલ ૪૦ જેટલા તપોધન બ્રાહ્મણો અંબાજી જતા પહેલા આખા ગામમા વરઘોડો કાઢવામા આવે છે.અને આ ૫૨ (બાવન) ગજની ધજા સાથે ગ્રામજનો તેની પુજા અર્ચના કરે છે ત્યાર બાદ ૪૦ જેટલા બ્રાહ્મણો છેલ્લા ૨૦ વર્ષથી પગપાળા સંઘ દ્વારા અંબાજી જાય છે.

 

ત્યારે તેમની પાસેથી મળેલી માહિતી મુજબ મા અંબાજી ઉપર તેમને પુરેપુરી શ્રદ્ધા હોવાથી તેમના નાના મોટા  સર્વ કામો થતા હોવાથી સૌ સાથે મળીને બોલ મા અંબે, બોલ મા અંબેના નાદ સાથે હવે રસ્તાઓ ગુંજી ઉઠ્યા છે. આમ અંબાજી જતા રસ્તાઓમા જ સેવા કેંદ્રો દ્વારા ભક્તોની તમામ પ્રકારની સુવીધા મળી રહે છે અને અંબાજી જવાનો મુખ્ય માર્ગ ઉપર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે.

બાઈટ‌ : શૈલેશભાઈ રાવલ, ખાનપુર

 

 

ભાદરવા માસની શુભ શરૂઆત થતા અંબાજી જવા માટે ભક્તોના ઘોડાપુર ઉમટ્યા

  • આ માસમા અંબાજી જવાના મુખ્ય માર્ગો ઉપર સેવા કેંદ્રો શરૂ થવા પામ્યા છે અને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે
  • અંબાજી જતા પહેલા સૌ બ્રાહ્મણો ભેગા મળીને ૫૨ (બાવન) ગજની ધજાનો ગામમા વરઘોડો કાઢી તેમની પુજા અર્ચના કરવામા આવે છે અને ત્યાર બાદ બીજા દીવસે પગપાળા સંઘ કાઢવામા આવે છે
  • દહેગામ તાલુકાના ખાનપુર ગામના ૪૦ બ્રાહ્મણો છેલ્લા ૨૦ વર્ષથી ૫૨ (બાવન) ગજની ધજા સાથે પગપાળા અંબાજી જવા રવાના થયા

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here