Friday, June 13, 2025
HomeગુજરાતGUJARAT: મિક્ષર મશીન ભરેલું ટ્રેક્ટર પલટી જતા 1 નું મોત, 3 ને...

GUJARAT: મિક્ષર મશીન ભરેલું ટ્રેક્ટર પલટી જતા 1 નું મોત, 3 ને ઇજા

- Advertisement -

વીરપુર સાઠંબા મુખ્ય રસ્તા પર વિરપુર તરફ આવતા ટ્રેક્ટર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા મિક્ષર મશીન ભરેલું ટેક્ટર લીમરવાડાના ટીમ્બા ફળીયા પાસે પલ્ટી ખાઈ ગયું હતું . ટ્રેકટર પલ્ટી ખાતા મહેશભાઈ શનાભાઈ સોલંકીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું . જયારે ટ્રેક્ટરમાં સરાડિયા ગામના અન્ય ત્રણ જેટલાં લોકો સવાર હોવાનું જાણવા મળ્યું હતું .

ટ્રેક્ટરમાં સવાર અરવિંદભાઈ ભનાભાઇ સોલંકી, અરવિંદભાઈ કાનાભાઇ સોલંકી,ભારતભાઈ મગનભાઈ સોલંકી ને ગંભીર ઈજાઓ થતા તત્કાલીન ૧૦૮ મારફતે વીરપુર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ઘાયલ લોકોને વીરપુર સરકારી દવાખાને સારવાર અર્થે લાવતા સરકારી દવાખાનામાં ડોક્ટર હાજર ન હોવાથી મૃતક વ્યક્તિ સાથે અન્ય ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓ દવાખાના બહાર એક કલાક થી પણ વધારે સમય સારવાર વિના ડોક્ટરની રાહ જોઈ બેસી રહ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular