Thursday, March 28, 2024
Homeકાતિલ ઠંડી : માઉન્ટ આબુમાં તાપમાન 1 ડિગ્રી, અનેક જગ્યાએ બરફ જામ્યો,...
Array

કાતિલ ઠંડી : માઉન્ટ આબુમાં તાપમાન 1 ડિગ્રી, અનેક જગ્યાએ બરફ જામ્યો, અમદાવાદમાં ઠંડો પવન ફૂંકાતા લોકો થથર્યા

- Advertisement -

અમદાવાદ: ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં પવનની બદલાયેલા દિશાના કારણે ચાર ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું. ત્યારે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં એક જ રાતમાં તાપમાન 4 ડિગ્રી ઘટી જતા અનેક જગ્યાએ બરફ જામ્યો હતો. જ્યારે અમદાવાદમાં ગુરુવારથી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. દિવસ દરમિયાન ઠંડા પવન ફૂંકાતા લોકોએ દિવસ દરમિયાન ગરમ કપડા પહેરવા પડ્યા હતા. આજે સવારથી પણ ઠંડો પવન ફૂંકાતા લોકો ઠૂંઠવાયા છે. હવામાન વિભાગ મુજબ હજી આગામી ત્રણ દિવસમાં ત્રણ ડિગ્રી તાપમાનનો પારો ઘટશે અને ઠંડીમાં નોંધપાત્ર વધારો થશે.

રાજ્યમાં ત્રણ દિવસ ઠંડી છવાયેલી રહેશે
નવું વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ આગામી 30 ડિસેમ્બરે પશ્ચિમી હિમાલય અને કાશ્મીરને અસર પહોંચાડશે. જેથી 31મીથી 2 જાન્યુઆરી સુધી ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં કમોસમી વરસાદની સંભાવના છે. જેથી બેથી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં ઠંડી છવાયેલી રહે તેવી શક્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular