Saturday, October 16, 2021
Homeરાજકોટમાં બનેલી 1 ગોલ્ડ પ્લેટેડ અને ચાંદીની 2 ઈંટ બની રામમંદિરના પાયાનો...
Array

રાજકોટમાં બનેલી 1 ગોલ્ડ પ્લેટેડ અને ચાંદીની 2 ઈંટ બની રામમંદિરના પાયાનો પથ્થર

રાજકોટ. આજે અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન થયું હતું. જેના પાયામાં રાજકોટમાં બનેલી ગોલ્ડ પ્લેટેડ અને ચાંદીની ઈંટ મુકવામાં આવી હતી અને આ ઈંટ પર જ રામલલ્લાના મંદિરનું નિર્માણ પામશે. કુલ ત્રણ ઈંટ બની છે. જેમાં 250 ગ્રામની બે અને એક કિલોની એક ઈંટનો સમાવેશ થાય છે. આ ઈંટ માત્ર 7 કલાકના સમયમાં જ બનાવવામાં આવી છે. આ ઈંટ લઈને અયોધ્યા પહોંચેલા હિન્દુ આચાર્ય સભાના પ્રતિનિધિ તરીકે એસ.જી.વી.પી. ગુરુકુળ મંદિરના માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, મંદિરના પાયા ખોદવા સહિતનું કામ શરૂ થશે ત્યારે આ ઈંટનો ઉપયોગ થશે. હાલમાં આ ઈંટ સ્ટોરેજમાં રાખવામાં આવી છે.

પાંચ વ્યક્તિઓએ બનાવી આ ઇંટો

ઈંટ બનાવનાર સોની વેપારી રાજેશભાઈ કાત્રોડિયાએ જણાવ્યું કે, સોમવારે રક્ષાબંધનના પવિત્ર દિને જ્યારે મને જાણ થઇ કે, રામલલ્લાના મંદિરના પાયાના પથ્થરમાં જેને અર્પણ કરવાની છે તે ગોલ્ડ પ્લેટેડ અને ચાંદીની ઈંટ મારે બનાવવાની છે. ત્યારે એમ થયું કે જેના સદભાગ્ય હોય તેને આવું સુખ મળે. સમય ઓછો હતો. આટલા અોછા સમયમાં ઈંટ બનાવવી એક પડકાર હતો, પણ પછી તો રામલ્લાએ હિંમત આપી. તાત્કાલિક ચાંદી અને રો મટિરિયલ્સ ભેગું કર્યું, પછી ઈંટ નિર્માણની કામગીરી શરૂ કરી. ઈંટ પર જે એસ.જી.વી.પી. ગુરુકુળ ગુજરાત લખવામાં આવ્યું છે તે માટે લેસર ટેક્નિકનો ઉપયોગ કર્યો છે. કુલ પાંચ વ્યક્તિની ટીમ આ કામગીરીમાં જોડાઈ હતી. ડિઝાઈન સોની ભાઈઓ અને બંગાળી કારીગરોએ તૈયાર કરી છે. રાજકોટ ઉપરાંત અમદાવાદથી પણ આવી ભેટ લઈ જવાઈ છે. બન્ને શહેરમાં બનેલી ભેટની કિંમત અંદાજિત રૂ. 4.50 લાખ છે.

ફર્સ્ટ પર્સનઃ માધવપ્રિયદાસ સ્વામીજી, અધ્યક્ષ એસજીવીપી ગુરુકુળ રાજકોટ

અયોધ્યામાં દિવાળી જેવો માહોલ છે, રાજકોટના હરિભક્તોએ બોલ ઝીલ્યો કે ઈંટ અમે બનાવડાવીશું

અયોધ્યામાં અત્યારે દિવાળી જેવો માહોલ છે. હિન્દુ આચાર્ય સભાના પ્રતિનિધિ તરીકે આમંત્રણ મળ્યું છે. મંગળવારે રાત્રે સરયુ દર્શન કર્યા અને આરતીનો લાભ લીધો. રાજકોટ ભાગ્યશાળી છે કે, રાજકોટમાં બનેલી ઈંટ પાયાનો પથ્થર બનશે. ઈંટ બનાવવામાં સાત કિલો ચાંદીનો વપરાશ થયો છે. રાજકોટ મારી કર્મભૂમિ છે અને ત્યાં જ આ ઈંટ બની તેનો મને આંનદ છે. રાજકોટના હરિભક્તોએ બોલ ઝીલ્યો કે ઈંટ અમે બનાવડાવીશુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments