અમદાવાદ : ગુજરાતીમાં HCની કાર્યવાહી માટે 1 લાખ લોકો સહી કરશે

0
23

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહી ગુજરાતીમાં ચલાવવા ગુજરાત શિક્ષણ પરિષદ 1 લાખ લોકોની સહી ભેગી કરીને રજિસ્ટ્રાર જનરલને આવેદનપત્ર અાપશે. 26મી જાન્યુઆરીથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

અંગ્રેજી ભાષા ન આવડતી હોવાથી લોકોને હેરાનગતિ

ગુજરાત શિક્ષણ પરિષદની રજૂઆત કરી છે કે ગુજરાતની સાડા છ કરોડની પ્રજામાંથી છ કરોડ પ્રજાને અંગ્રેજી આવડતું નથી માટે હાઇકોર્ટની કાર્યવાહી ગુજરાતમાં થવી જોઈએ. અંગ્રેજી આવડતુ ન હોય તેવા લોકો હાઇકોર્ટમાં આવે છે ત્યારે અંગ્રેજીમાં ચાલતી કાર્યવાહીથી તે ગભરાઇ જાય છે. પોતાના જ કેસમાં વકીલો અને જજીસ શું બોલે છે તેની તેમને જાણ થતી નથી. એક તરફ વકીલો તેમની પાસેથી ઊંચી ફી વસૂલે છે પરતું તેમના વતી તે કોર્ટમાં શું રજૂઆત કરે છે તે જાણવાનો પણ તેમને અધિકાર રહેતો નથી. અંગ્રેજીમાં તૈયાર થતી એફિડેવિટમાં શું લખ્યું છે તેની ખબર ન પડવા છતાં તેમાં સહી કરવી પડે છે. માત્ર અંગ્રેજી ભાષા નહી આવડતી હોવાથી લોકો હેરાન પરેશાન બની જાય છે. દરેક દેશમાં પોતાની માતૃભાષામાં કોર્ટ કાર્યવાહી ચાલે છે પરતું ગુજરાતમાં અંગ્રેજીમાં ચલાવવાનો આગ્રહ શું કામ રાખવામાં આવે છે? વકીલો દ્વારા અસીલોને ટ્રાન્સલેશનના કોઈ દસ્તાવેજો પણ આપવામાં આવતા નથી. જેના કારણે વકીલ જે દસ્તાવેજ ઉપર સહી કરવાનું કહે તેમાં શું લખાણ લખ્યું છે તે જાણ્યા વગર જ સહી કરવી પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here