Monday, October 18, 2021
Home1 ચપટી મીઠું સુંદરતામાં લગાવી દેશે ચાર ચાંદ, કાળી ત્વચા અને ખીલને...
Array

1 ચપટી મીઠું સુંદરતામાં લગાવી દેશે ચાર ચાંદ, કાળી ત્વચા અને ખીલને કરશે દૂર

રસોડાનો રાજા કહેવાતું મીઠા વગર ભોજનમાં ટેસ્ટ આવતો નથી. આ વાતતો દરેક લોકો જાણે છે કે મીઠા વગર ભોજન અધૂરુ છે. પરંતુ શુ તમને ખબર છે કે એક ચપટી મીઠુ પણ તમારી ત્વચાને સુંદર બનાવી શકે છે. જો ના તો આવો જોઇએ મીઠાના કેટલા ફાયદા છે અને તેનાથી કેવી રીતે ત્વચામાં ચમક લાવી શકાય છે. આવો જોઇએ કેવી રીતે મીઠાનો ઉપયોગ કરી શકાય.

– નવશેકા ગરમ પાણીમાં સિંધવ લૂણ મિર્સ કરીને એક સ્પ્રે બોટલમાં મિક્સ કરી લો અને તેને તમારા ચહેરા પર સ્પ્રે કરો. જે લોકોની ત્વચા ઓઇલી છે તે લોકો માટે આ ઉપાય અસરકારક માનવામાં આવે છે.

– સિંધાલૂણમાં એક ચમચી મધ મિક્સ કરી લો. આ મિશ્રણને ચહેરા પર લગાવી રાખો અને 10 મિનિટ બાદ ધોઇ લો. આમ કરવાથી ટેનિંગની સમસ્યા દૂર થાય છે.

– એક ચમચી સિંધવ લૂણમાં બે ચમચી ઓટમીલ પાઉડર, લીંબુનો રસ અને આશરે 5-6 ટીંપા બદામનું તેલ ઉમેરીને મિશ્રણ બનાવી લો. તેને 5-7 મિનિટ માટે ચહેરા પર લાગવીને રાખો અને ત્યાર પછી ચહેરાને બરાબર ધોઇ લો. તમે ઇચ્છો તો ફક્ત લીંબુના રસમાં સિંધવ લૂણ મિક્સ કરીને સ્ક્રબ કરી શકો છો. ખીલની સમસ્યા દૂર થાય છે.

– એક અડધા કપ સિંધવ લૂણમાં અડધો કપ ઓલિવ ઓઇલ કે કોકોનટ ઓઇલમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. સ્નાન કરતા સમયે તેને શરીર પર લગાવી રાખો. જે એક કુદરતી સ્ક્રબના રૂપમાં કામ કરે છે.

– તે સિવાય એક ચમચી બેકિંગ સોડા, મીઠું, લીંબુનો રસ અને અડધા કપ નવશેકા પાણીને મિક્સ કરી લો. 10 મિનિટ માટે આ મિશ્રણમાં તમારા નખને ડૂબાડીને રાખો. ત્યાર પછી હાથને ધોઇ લો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments