Sunday, November 28, 2021
Home10 લાખની ઓનલાઈન ઠગાઈમાં દિલ્હીથી નાઈઝીરિયન યુવક સહિત બેની ધરપકડ
Array

10 લાખની ઓનલાઈન ઠગાઈમાં દિલ્હીથી નાઈઝીરિયન યુવક સહિત બેની ધરપકડ

અમદાવાદ: મણિનગર નાગરિક સહકારી બેંકના સબ મેમ્બરનો બેંક એકાઉન્ટ હેક કરીને એક વ્યક્તિએ 10 લાખની ઠગાઈ કરી હતી. પૈસા બેંકમાંથી ઉપાડે તે પહેલા જ પોલીસે દિલ્હીથી નાઈઝીરિયન યુવક સાથે અન્ય બે શખ્સની ધરપકડ કરી છે.

મણિનગરમાં એકાઉન્ટ હેક કરી 10 લાખ ટ્રાન્સફર કર્યા

ઇસનપુરમાં કનુભાઇ સોલંકી કાંકરિયા મણિનગર સહકારી બેન્કમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે. કનુભાઇ મંગ‌‌ળ‌વારે રજા પર હતા ત્યારે ચાર્જ જિગર પટેલ પાસે હતો. મંગળવારે બેંક ક્લોઝ કરતી વખતે ત્યાં કામ કરતાં દેવાસીબેન પરીખે જિગરભાઇને જણાવ્યું હતું કે એચડીએફસી બેંક નવરંગપુરા ખાતાના એકાઉન્ટમાં રૂપિયા 10 લાખ ઓછા બતાવે છે. જેની જાણ થતાં જ તેની પ્રાથમિક તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે 10 લાખની ત્રણ ફાઇલોનું આરટીજીએસ ખોટું થયું હતું. કોઇ અજાણ્યા ઇસમે નેટ બેન્કિંગથી સ્ટેટિક આઇ.પી તથા યૂઝર્સ અને પાસવર્ડ હેક કરી 10 લાખ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતાધારક અર્જુન રાણા નામની વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments