10 લાખની ઓનલાઈન ઠગાઈમાં દિલ્હીથી નાઈઝીરિયન યુવક સહિત બેની ધરપકડ

0
54

અમદાવાદ: મણિનગર નાગરિક સહકારી બેંકના સબ મેમ્બરનો બેંક એકાઉન્ટ હેક કરીને એક વ્યક્તિએ 10 લાખની ઠગાઈ કરી હતી. પૈસા બેંકમાંથી ઉપાડે તે પહેલા જ પોલીસે દિલ્હીથી નાઈઝીરિયન યુવક સાથે અન્ય બે શખ્સની ધરપકડ કરી છે. સાથે જ ઓનલાઈન ફ્રોડ કરતી નાઈઝિરીયન ગેંગનો સોફ્ટ ટાર્ગેટ ગુજરાત હોવાનું સામે આવ્યું છે.

નાઇઝીરિયન ગેંગનો સોફ્ટ ટાર્ગેટ ગુજરાત

ગુજરાતમાં ઓનલાઈન ફ્રોડના ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે. આવા ગુનામાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવતા ઓનલાઈન ફ્રોડમાં નાઇઝીરિયન ગેંગનો હાથ હોવાનું બહાર આવ્યું છે. મોટાભાગના ગુજરાતના વેપારીઓ અને લોકોને નાઇઝીરિયન ગેંગ ટાર્ગેટ બનાવે છે જેને લઈ હવે સાયબર વધુ સક્રિય બની છે.

સાયબર સેલે ઓનલાઈન ફ્રોડનું પ્રેઝન્ટેશન બનાવ્યું

દેશવ્યાપી ઓનલાઈન ફ્રોડના કૌભાંડમાં નાઈઝીરીયન ગેંગની ગુના આચરવાની પદ્ધતિઓની જાણ માટે એક પ્રેજન્ટેશન બનાવવામાં આવ્યું છે. જેમાં કઈ કઈ પદ્ધતિથી તેઓ ગુના આચરે છે તેની તમામ માહિતી તેઓએ એકઠી કરી છે. ઓનલાઈન ફ્રોડમાં નાઇઝીરિયન ગેંગ સક્રિય છે. ભારતના હૈદરાબાદ, બેંગ્લોર, મુંબઈ, દિલ્હી, નોઇડા અને ગોવા જેવા શહેરોમાં પણ ગેંગ સક્રિય છે.

ડ્રગ સિન્ડિકેટ પણ ચલાવે છે

વિદેશીઓને જોબ અને અભ્યાસ માટે આકર્ષવા ભારત ઘણી છૂટછાટ આપી રહ્યું છે. જેનો ગેરલાભ લઈ નાઇઝીરિયન લોકો પૈકીના ઘણા ભણવાના બહાને અને બિઝનેસના બહાને વિઝા પર આવી ઓનલાઈન ફ્રોડ માટે છેતરપિંડી નેટવર્ક અને ગોરખધંધા ચાલુ કરી દે છે. અલગ અલગ પદ્ધતિના ઓનલાઈન ફ્રોડ દ્વારા કરોડો રૂપિયા પડાવી ઘણા નાઇઝીરિયન ગુનેગારો અહી ડ્રગ્સ સીન્ડીકેટ પણ ચલાવે છે. ગોવામાં વસતા નાઇઝીરિયન ગુનેગારો ડ્રગ્સની તસ્કરીમાં પણ સંડોવાયેલા હોવાનો ખુલાસો અનેક વખત થઇ ચુક્યો છે.

મણિનગરમાં એકાઉન્ટ હેક કરી 10 લાખ ટ્રાન્સફર કર્યા 

ઇસનપુરમાં કનુભાઇ સોલંકી કાંકરિયા મણિનગર સહકારી બેન્કમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે. કનુભાઇ મંગ‌‌ળ‌વારે રજા પર હતા ત્યારે ચાર્જ જિગર પટેલ પાસે હતો. મંગળવારે બેંક ક્લોઝ કરતી વખતે ત્યાં કામ કરતાં દેવાસીબેન પરીખે જિગરભાઇને જણાવ્યું હતું કે એચડીએફસી બેંક નવરંગપુરા ખાતાના એકાઉન્ટમાં રૂપિયા 10 લાખ ઓછા બતાવે છે. જેની જાણ થતાં જ તેની પ્રાથમિક તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે 10 લાખની ત્રણ ફાઇલોનું આરટીજીએસ ખોટું થયું હતું. કોઇ અજાણ્યા ઇસમે નેટ બેન્કિંગથી સ્ટેટિક આઇ.પી તથા યૂઝર્સ અને પાસવર્ડ હેક કરી 10 લાખ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતાધારક અર્જુન રાણા નામની વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.

કેવા બહાના હેઠળ નાઈજીરિયન ગેંગ ફસાવે છે ?

  • મેટ્રોમોનિયલ સાઈટ્સ પર લગ્ન માટે કહી પૈસા પડાવવા
  • અલગ અલગ દવાનું વેચાણ
  • સિડ્સનું વેચાણ
  • બિઝનેસ પ્રપ્રોઝ્લ્સ
  • સીમ સ્વેપિંગના બહાને
  • ડેટા સેલિંગ કરીને

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here