Tuesday, December 7, 2021
Home10 વર્ષ પહેલા અશ્લીલ તસવીરો થઈ હતી વાયરલ અને 10 રૂપિયામાં કરતી...
Array

10 વર્ષ પહેલા અશ્લીલ તસવીરો થઈ હતી વાયરલ અને 10 રૂપિયામાં કરતી હતી ફિલ્મમાં કામ

જયાપ્રદા એક સફળ અભિનેત્રી છે. એેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. જ્યાપ્રદા અભિનેત્રી નહીં, પરંતુ ડોક્ટર બનવાના સપના જોતી હતી. સાત વર્ષની ઉંમરે જયાની માતાએ તેને ભણવાની સાથે-સાથે ડાન્સ અને મ્યૂઝિક ક્લાસમાં મોકલી હતી. જ્યાંથી તેના બોલિવૂડ સફરની શરુઆત થઇ હતી.

બને છે એવું કે 14 વર્ષની ઉંમરે જયા ડાન્સ પર્ફોર્મન્સ આપતી હતી, ત્યારે એક્ટર પ્રભાકર રેડ્ડીએ તેને જોઇ હતી. તેમણે 1976માં આવેલી ફિલ્મ ‘ભૂમિ કોસમ’માં જયાને 3 મિનિટના એક ગીતમાં ડાન્સ માટે રાખી હતી. જેના માટે 10 રૂપિયા આપવામાં આવ્યાં હતા. આ ડાન્સ બાદ જયાને મુવીની ઓફર્સ મળવા લાગી અને પછી તે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુપરસ્ટાર બની ગઇ.

વર્ષ 1979માં આવેલી ફિલ્મ ‘સંગ્રામ’ દ્વારા તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મે તેને રાતો-રાત બોલિવૂડની સ્ટાર બનાવી દીધી. આ ફિલ્મ માટે જયા ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસ માટે નોમિનેટ થઇ હતી. જે બાદ બોલિવૂડના મોટા એક્ટર-ડાયરેક્ટર તેની સાથે કામ કરવા ઇચ્છતા હતા. તેણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, 10 વર્ષ પહેલાં તેની અશ્લીલ તસવીરો લીક થતાં તે એટલી તૂટી ગઇ હતી કે આત્મહત્યા કરવા માગતી હતી. આમ જોવા જઈએ તો જયાનું અંગત જીવન કોઇ ફિલ્મની કહાનીથી ઓછું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments