10 વાગ્યાનો ટાઇમ હતો પણ જીતુ વાઘાણી 12 વાગ્યા સુધી દેખાયા નહીં, લોકો રાહ જોતા રહ્યા

0
28

દહેગામમાં ભાજપે કિસાન સન્માન નિધિ કાર્યક્રમનું આયોજન કર્યું. પરંતુ કાર્યક્રમમાં નિર્ધારીત સમયના બે કલાક બાદ પણ ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી, ગાંધીનગર કલેક્ટર એસ.કે.લાંગા કાર્યક્રમમાં જોવા ન મળ્યા. અને લોકો રાહ જોતા રહ્યાં. સવારે 10 વાગ્યાનો કાર્યક્રમ હોવા છતાં 12 વાગ્યા સુધી તેઓ દેખાયા નહીં.

દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ સહિત ગાંધીનગરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆતમાં પુલવામામાં શાહીદ થયેલા જવાનોને ઉપસ્થિત રહેલા લોકોએ બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલી આપી હતી.