રાજકોટ : 24 કલાકમાં 10ના મોત, કુલ કેસની સંખ્યા 7100ને પાર, 913 દર્દી સારવાર હેઠળ

0
7

રાજકોટમાં 24 કલાકમાં 10 દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. શનિવારે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં વધુ 82 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસ 7176 થયા છે. જેમાંથી 913 દર્દી સારવાર હેઠળ છે અને 98 વ્યક્તિ સારવાર દરમિયાન સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. રાજકોટ શહેરમાં કુલ 267192 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમાંથી 2.65 ટકા પોઝિટિવ રેટ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં કોરોનાના 32 પોઝિટિવ દર્દીનો વધારો થતા કુલ કેસ 3328 થયા છે. આમ રાજકોટ શહેર અને જિલ્લામાં 114 પોઝિટિવ દર્દીનો વધારો થયો છે.

સાંસદ ભારદ્વાજની તબિયત સ્થિર, આજથી ટ્રીટમેન્ટ શરૂ

સાંસદ અભયભાઇ ભારદ્વાજના ફેફસાંમાં ડેમેજ થતા એક્મો મશીન પર રાખવામાં આવ્યા છે અને હાલ રાજકોટથી ચેન્નાઇની એમજીએમ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. શિફ્ટ કરાયા બાદ ત્યાં તેઓ સ્ટેબલ થઇ ગયા છે અને કોઇ મુશ્કલી આવી નથી. હવે ડોક્ટર સારવાર શરૂ કરશે. નીતિનભાઇ ભારદ્વાજે જણાવ્યું હતું કે, અભયભાઇની તબિયત સ્થિર છે અને એક બાદ એક સારવાર શરૂ કરવામાં આવશે. ડો.બાલાકૃષ્ણ તેમની સારવાર કરી રહ્યા છે અને હાલ કોઇ તકલીફ નથી.

જેતપુરમાં માસ્કનો દંડ ભરવાનું કહેતાં ત્રણનો પોલીસ પર હુમલો

જેતપુર તાલુકા પોલીસ ટીમ પ્રોહિબિશનની ડ્રાઈવમાં હતાં તે દરમિયાન બોરડી સમઢીયાળા ગામે ધાર વિસ્તારમાં અરવિંદભાઈ ખીમજીભાઈ દોંગા મોટર સાયકલ પર નીકળ્યા હતા અને તેણે માસ્ક પહેરેલ ન હોય માસ્ક અંગે દંડ ભરવાનું કહેતાં તેણે આઈકાર્ડ બતાવવાનુ કહી માથાકૂટ કરી અને બાદમાં ભાગવાની કોશીશ કરી હતી. પીએસઆઈ પી.જે. બાંટવા સ્થળ પર આવતાં એક શખ્સે પીએસઆઈ સાથે ગેરવર્તન કરી ટોપી પટ્ટા ઉતરાવી નાખીશ તેવી ધમકી આપી હતી અને ત્રણેય શખ્સોએ રાજુભાઈ શામળા (પોલીસ કોન્સ્ટેબલ) તથા ચમનલાલ ઉપર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી હોય પોલીસે અરવિંદ દોંગા, નરેન્દ્ર દોંગા અને તેજસ દોંગા સામે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here