મેષ રાશિ –
પોઝિટિવ- આજે વિરોધીઓ તમારી કમજોરીનો લાભ ઉઠાવી શકે છે. જૂના મતભેદો દૂર થશે. વાતચીતથી મૂંઝવણ પણ દૂર થશે. મનની વાત સારી રીતે રજૂ કરી શકશો. દિવસ સારો રહેશે. આવક સારી રહેશે. સંતાન દ્વારા સારા સમાચાર મળી શકે છે.
નેગેટિવ- ભાગ્યનો સાથ મળશે નહીં. તણાવ રહેશે. ખર્ચ ઉપર કાબૂ રાખવો. કામમાં મન ઓછું લાગશે.
ફેમિલી- પાર્ટનર સાથે મળીને આવનાર દિવસો માટે યોજના બનાવવી.
લવ- પાર્ટનર પ્રત્યે ઈમાનદાર રહેવું. વાણી ઉપર સંયમ રાખવો.
કરિયર- બિઝનેસમાં યાત્રા થઈ શકે છે. આવક વધશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં અવરોધ આવી શકે છે.
હેલ્થ- જૂની બીમારીથી પરેશાની થશે.
શું કરવું- પિતા કે મોટા ભાઈ સાથે દલીલ ન કરવી.
……………………
વૃષભ રાશિ –
પોઝિટિવ- આજે તમારી વાતને સારી રીતે રજૂ કરવામાં સફળ થશો. એવું કામ કરશો જેનાથી ઘણા લોકોને ફાયદો થશે. રોજિંદા કામ સમયસર પૂરા થશે. તણાવની સ્થિતિમાં સંતુલન રાખશો. યોગ્ય સમયની રાહ જોવી. ધીરજ રાખવી. પરિવારમાં અને જીવનસાથી સાથે પહેલા કરતા સંબંધો સારા રહેશે.
નેગેટિવ- પરિવાર અને કામ વચ્ચે સંતુલન નહીં રહે. ખોટા વિચારો તમને પરેશાન કરશે. ખર્ચ થશે.
ફેમિલી- જીવનસાથીની સાથે સંબંધો સુધરશે.
લવ- રોમાન્સ માટે સમય મળશે નહીં.
કરિયર- કરજ લેવું પડશે. બિનજરૂરી ખર્ચ ન કરવો. જોખમ ભરેલું કામ કરવાથી બચવું. યોગ્ય સમયની રાહ જોવી. વિદ્યાર્થીઓને સફળતા મળશે.
હેલ્થ- સ્વાસ્થ્યમાં સુધારો થશે.
શું કરવું – અંકુરિત મગ ખાવા
…………………………..
મિથુન રાશિ –
પોઝિટિવ- આ રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે. કાર્યક્ષેત્રમાં નવી યોજના બની શકે છે. પૈસાની સ્થિતિ મજબૂત બનશે. રોકાણની તક મળશે. સંબંધોમાં સુધારો થશે. આરામ કરવાની તક મળશે. પ્રેમ સંબંધો માટે દિવસ સારો રહેશે.
નેગેટિવ- ઓફિસમાં કોઈની નિંદા કરવી નહીં. તેનાથી નુકસાન થઈ શકે છે. ઓફિસમાં ખાસ કામ માટે મહેનત વધારે કરવી પડશે. વાહનનો ઉપયોગ સાવધાનીથી કરવો.
ફેમિલી- પતિ-પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે.
લવ- પાર્ટનર સાથે ફરવા જઈ શકો છો.
કરિયર-નોકરિયાતવર્ગને અચાનક ધનલાભ થશે. પ્રમોશનની તક મળશે. વિદ્યાર્થી પરેશાન રહેશે.
હેલ્થ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો નથી.
શું કરવું- દહીમાં કાળી મરી અને થોડીક સાકર નાખીને ખાવું.
………………………
કર્ક રાશિ –
પોઝિટિવ- આજે જરૂરી કામ પૂરા થશે. વાહન ખરીદવાનું વિચારી શકો છો. વધારાની આવક માટે પ્રયત્નો કરશો. મિત્રની મદદ મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. આજે નવું પગલું ભરશો, સમય સાથે તેનું સારું પરિણામ મળશે.
નેગેટિવ- પૈસાની ચિંતા રહેશે. અમુક લોકો તમારી પાસે પૈસાની મદદ માંગી શકે છે. સાવધાન રહેવું. રોકાણ સંભાળીને કરવું.
ફેમિલી- પાર્ટનર ભાવુક રહેશે. સમય આપવો પડશે.
લવ- લવ લાઈફ માટે દિવસ સારો છે.
કરિયર- બિઝનેસને લઈને યાત્રા થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.
હેલ્થ- સ્વાસ્થ્ય પહેલાની સરખાણીમાં સારું રહેશે.
શું કરવું – ગરમ વસ્તુઓ ન ખાવી.
……………………..
સિંહ રાશિ –
પોઝિટિવ- ઓફિસમાં મોટા ભાગના કામ પૂરા થશે. નવી જવાબદારી મળશે. પરિવાર અને પૈસાની બાબતમાં તમે વ્યસ્ત રહેશો. નાની-મોટી યાત્રા થઈ શકે છે. મોટું કામ શરૂ કરવાનું મન બનાવી શકો છો. ધીરજ રાખવાથી સફળતા મળશે.
નેગેટિવ- વાત કહેવાની રીત ઉપર કાબૂ રાખવો. સમજી વિચારીને બોલવું. કામમાં મુશ્કેલી આવી શકે છે. ખર્ચમાં વધારો થશે. મહેનત વધારે કરવી પડશે.
ફેમિલી- પતિ-પત્ની વચ્ચે અણબનાવ થઈ શકે છે.
લવ- પાર્ટનરની ઉપેક્ષા ન કરવી.
કરિયર- કોઈને પૈસા ઉધાર ન આપવા. કરજ લેવાનું વિચારી શકો છે. વિદ્યાર્થીઓને સફળતા મળશે.
હેલ્થ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો છે.
શું કરવું – સિક્કા ઉપર હળદર કે કેસર લગાવીને મંદિરમાં ચઢાવવો.
……………………….
કન્યા રાશિ –
પોઝિટિવ- આવક વધારવાની તક મળશે. બીજા લોકો તમારી મદદ કરી શકે છે. પૈસાની મોટા ભાગની બાબત ઉકેલાય જશે. નોકરી-ધંધામાં સફળતા મળશે. ઘર-જમીન સંબંધિત કામ પૂરા થશે. કોર્ટના કામમાં સફળતા મળશે.
નેગેટિવ- સારી તક મળે તો તરત જવાબ ન આપો. નકારાત્મક વિચારો દૂર કરો. ભાગદોડ રહેશે. ખોટું પગલું ન ભરવું.
ફેમિલી- પાર્ટનર સાથે અણબનાવ થઈ શકે છે. સાવધાન રહેવું.
લવ- લવ લાઈફમાં મૌન રહેવાથી ફાયદો થશે.
કરિયર- રોકાણમાં સાવધાની રાખવી. કામમાં લોકોનો સહકાર મળશે વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.
હેલ્થ- માથાનો દુખાવો રહેશે. જૂની બીમારી મુશ્કેલી વધારશે.
શું કરવું- ગરીબને જૂના કપડાં આપવા.
……………………
તુલા રાશિ –
પોઝિટિવ- નોકરિયાતવર્ગ અને બિઝનેસ કરનાર નવી યોજના બનાવી શકે છે. ભવિષ્યની યોજનામાં પાર્ટનરની સલાહ લેવી. લગ્નજીવન મધુર બનશે. ભાવના ઉપર નિયંત્રણ રાખવું. કોઈ ખાસ કામ માટે મિત્રની જરૂર પડશે.
નેગેટિવ- કોઈ ઉપર વધારે પડતો ભરોસો ન કરવો. થાક લાગશે. લોકોની વાતમાં આવીને ખોટો નિર્ણય લઈ શકો છો. કોઈ તમને દગો આપી શકે છે. વિવાદ થઈ શકે છે. કોર્ટ-કચેરીના કામ અધૂરા રહેશે.
ફેમિલી-લગ્નજીવનમાં ચાલી રહેલી સમસ્યા દૂર થશે.
લવ- પાર્ટનર માટે સમય કાઢવો.
કરિયર- બિઝનેસમાં ઉતાર-ચઢાવ આવશે. કાર્યક્ષેત્રમાં બઢતી મળી શકે છે.
હેલ્થ- જૂની બીમારી મુશ્કેલી વધારી શકે છે.
શું કરવું- ઓફિસ કે ઘરના ફર્નીચરની સફાઈ કરવી.
…………………..
વૃશ્ચિક રાશિ –
પોઝિટિવ- નોકરી અને બિઝનસમાં નવી તક મળશે. તકનો લાભ ઉઠાવવામાં વિલંબ ન કરવો. સારા સમાચાર મળી શકે છે. મોટા ભાગના કામ આજે પૂરા કરશો. તમારા માટે દિવસ સારો રહેશે.
નેગેટિવ- કોઈ વિચાર વારંવાર આપને પરેશાન કરશે. અમુક કામ તમને અઘરા લાગશે.
ફેમિલી- પાર્ટનર માટે સમય કાઢવો. ભાવુક ન થવું.
લવ- લવ લાઈફમાં કોઈ મોટો નિર્ણય ન લેવો.
કરિયર- બિઝનેસમાં ધનલાભ થઈ શકે છે. પૈસાના વ્યવહારમાં ધ્યાન રાખવું. સરકારી કર્મચારીઓ સફળ થશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે.
હેલ્થ- સ્વાસ્થ્ય બગડી શકે છે.
શું કરવું – મંદિરમાં ઘીનો દીવો કરવો.
……………………..
ધન રાશિ –
પોઝિટિવ- તમે સામાજિક કામમાં વ્યસ્ત રહેશો. અમુક બાબતમાં તમને રાહત થશે. ફરવા જવાની ઈચ્છા થશે. જરૂરી કામકાજ પૂરા થશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. વાહન ખરીદવાનું વિચારી શકો છો.
નેગેટિવ- કામ કરવાની ઈચ્છા થશે નહીં. ચંદ્રમાની સ્થિતિના કારણે મહેનતના પ્રમાણમાં ઓછું પરિણામ મળશે. કોઈ કામમાં ઉતાવળ ન કરવી. મુશ્કેલીનો સામનો કરવો પડશે. સખ-સુવિધા ઉપર ખર્ચ થઈ શકે છે.
ફેમિલિ- પરિવારની બાબતમાં ચિંતા વધશે.
લવ- આજે શરૂ થયેલી તમારી પ્રેમ કહાની આગળ વધશે. પ્રેમનો પ્રસ્તાવ મોકલી શકો છો.
કરિયર- વાણી ઉપર સંયમ રાખવો. ઓફિસમાં વિવાદ થઈ શકે છે. વિદ્યાર્થીઓની મૂંઝવણ વધશે.
હેલ્થ- લોહી સંબંધિત બીમારી થઈ શકે છે.
શું કરવું – કીસમીસ ખાવી.
…………………….
મકર રાશિ –
પોઝિટિવ- દિવસ દરમિયાન ઉત્સાહ અને આત્મવિશ્વાસ રહેશે. સારા સમાચારની રાહ જોશો. તમારી મોટાભાગની સ્થિતિ હલ થઈ જશે. કામ કરવા માટે દિવસ સારો છે. ધનલાભ થઈ શકે છે. પૈસાની સ્થિતિ સારી થશે. રોકાણ ઉપર ધ્યાન આપવું. માતા-પિતા સાથે સંબંધો મધુર બનશે.
નેગેટિવ- પૈસાની ચૂકવણીને લઈને પરેશાન રહેશો. એવા લોકો સાથે મુલાકાત થશે જે તમારો મૂડ ખરાબ કરી શકે છે.
ફેમિલી- સંબંધોમાં સુધારો થશે.
લવ- આજે પ્રેમી સાથે ફરવા જઈ શકો છો.
કરિયર- પૈસાની બાબતમાં કોઈ ઉપર વિશ્વાસ ન કરવો. મિત્રોની મદદ મળશે. બીજાથી આગળ થવામાં તમે સફળ થશો. પોતાના વખાણ ન કરવા.
હેલ્થ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.
શું કરવું – હનુમાનજીના મંદિરમાં હલવાનો ભોગ ધરવો.
…………………
કુંભ રાશિ –
પોઝિટિવ- આજે બિઝનેસ પાર્ટનર સાથે લાંબી અને મહત્વની વાત થઈ શકે છે. પરિવારની મુશ્કેલી ઉપર ધ્યાન આપવું પડશે. નજીકના લોકોની મદદ મળશે. કામનું ભારણ રહેશે. પ્રગતિ થશે. જીવનશૈલીમાં બદલાવ કરશો. મૂડમાં રહેશો.
નેગેટિવ- ગુસ્સો આવી શકે છે. પરિવારના સભ્યનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. તણાવની સ્થિતિ પણ બનશે. ફોનની બાબતમાં પરેશાન રહેશો. નોકરી-બિઝનેસમાં પ્લાનિંગ બગડી શકે છે. કામમાં ધ્યાન ઓછું લાગશે.
ફેમિલી- પરિવારના સભ્યના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.
લવ-લવ પ્રપોઝલ માટે દિવસ સારો છે.
કરિયર- તમારે ધ્યાન રાખવું જરૂરી છે.બિઝનેસમાં તમારી મુશ્કેલી વધી શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.
હેલ્થ- સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે.
શું કરવું – ગરીબ કન્યાને મીઠાઈ ખવડાવી, પેન કે પેન્સિલ આપવી.
…………………………….
મીન રાશિ –
પોઝિટિવ-યોગ્યતાના કારણે તમારા વખાણ થઈ શકે છે. સંતાનની સહાયતા મળશે. પૈસાની સ્થિતિ સુધરશે. આવક વધારવા ઉપર ધ્યાન આપશો. કોઈ ખાસ કામ માટે લોકો તમારો સંપર્ક કરશે.
નેગેટિવ – આળસ અને તણાવ વધશે. પૈસાને લઈને વધારે જોખમ ન લેવું. લોકો તમારી ઉદારતાનો ફાયદો ઉઠાવશે. રોકાણની બાબતમાં છેલ્લે પ્લાનિંગ બદલાશે.
ફેમિલી- ઘણા દિવસથી મનમાં દબાયેલી વાત બહાર આવી શકે છે.
લવ- પાર્ટનર આજે પ્રેમભરી વાત કરશે.
કરિયર- ધનલાભ માટે મહેનત કરવી પડશે.સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.
હેલ્થ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
શું કરવું – મિત્રોને ચા પીવડાવવી.