ચિત્તોડગઢમાં ગમ્ખવાર અકસ્માતમાં 10 લોકોના મોત.

0
0

રાજસ્થાનના ચિત્તોડગઢના સાદલખેડા વિસ્તારમાં શનિવાર મધરાત્રે બે વાહનોની ટક્કર થતાં ભયાનક માર્ગ અકસ્માતમાં 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં. તમામ મૃતકો મધ્ય પ્રદેશના રતલામ વિસ્તારના છે. વિગત મુજબ, અકસ્માતનો ભોગ બનેલા લોકો ચિત્તોડગઢના પ્રખ્યાત સાંવલિયા શેઠની મુલાકાત લઈને પરત ફરી રહ્યા હતા. ઘાયલ નવ લોકોમાંથી ચારની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. તેમની સારવાર ઉદેપુરની એમબી હોસ્પિટલમાં ચાલી રહી છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે શનિવારે રતલામના તાલ વિસ્તારના રહેવાસી પરિવાર શંકરલાલના દિકરા શિવનારાયણ અને દિકરી હવાકુંવરના લગ્ન 7મી ડિસેમ્બના રોજ થયા હતા. આ ઉપરાંત ગામના સત્યનારાયણ માલવીયના લગ્ન 11 ડિસે્બરના રોજ થયા હતા. ત્રણેય દંપતિ પરિવાર સાથે શનિવારે સાંવલિયાજીના દર્શન માટે ગયા હતા. પરત ફરતી વખતે ગાડી પર નિયંત્રણ ગુમાવી દેતા તે કન્ટેનરમાં ઘુસી ગઈ હતી.

પરત ફરતા સમયે જીપ બેકાબૂ બનીને કન્ટેનરમાં ઘુસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કન્ટેનર જીપને રસ્તા પર 20 મીટર અને બાદમાં 5 ફુટ ઊંડા ખાડામાં ઘસડી ગયું. જે બાદ તેની ઉપર ચઢી ગયું. જીપ સવાર 17-18 લોકો જીપ અને ટ્રેલરની નીચે દબાય ગયા. લગભગ બે કલાકની મહેનત બાદ તેઓને બહાર કાઢવામાં આવ્યા. જેમાં 5 મૃતદેહ ઘણી જ ખરાબ હતી દબાઈ ગયા હતા. અત્યાર સુધીમાં કુલ 10 લોકોના મોત નિપજ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here