કોરોના વર્લ્ડ : 32.20 લાખ કેસ, 10 લાખને સારવાર પછી રજા અપાઈ; અમેરિકામાં સૌથી વધારે 1.47 લાખને રજા અપાઈ

0
11

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોના મહામારીના 32 લાખ 20 હજાર 268 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2 લાખ 28 હજાર 224 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 10 લાખથી વધારે લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

અમેરિકામાં 61 હજારથી વધુ લોકોના મોત

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2502 લોકોના મોત થયા છે. કોરોના મહામારીમાં અમેરિકામાં સૌથી વધારે મોત થયા છે. અહીં  61 હજાર 669 લોકોએ જીવ ગુમાવ્યા છે અને કુલ કેસ 10.64 લાખ નોંધાયા છે. ન્યૂયોર્કમાં ત્રણ લાખ કેસ નોંધાયા છે અને 22 હજારથી વધારે લોકોના મોત થયા છે. ન્યૂજર્સીમાં એક લાખથી વધારે કેસ નોંધાયા છે અને છ હજારથી વધારે લોકોના મોત થયા છે. અમેરિકામાં કુલ 61.40 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. એક લાખ 47 હજાર 411 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે આવતા સપ્તાહથી અમેરિકામાં ઘરેલુ ઉડાન શરુ કરાશે.

ઈટાલીમાં મૃત્યુઆંક 28 હજાર નજીક

ઈટાલીમાં છેલ્લા 24 કલાકમાં 323 લોકોના મોત થયા છે અને એક હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં કુલ 2 લાખ 3 હજાર 591 નોંધાયા છે જ્યારે 27 હજાર 682 લોકોના મોત થયા છે. અહીં 71 હજાર 252 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અહીં 19.11 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે.

કોરોના મહામારીને લઈનેકેનેડાની પાર્લામેન્ટે વિદ્યાર્થીઓ માટે 6.5 બિલિયન ડોલરના પેકેજની મંજૂરી આપી છે. કેનેડામાં 51 હજાર 597 કેસ નોંધાયા છે અને 2 હજાર 996 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ચીનમાં ચાર નવા કેસ નોંધાયા

ચીનમાં છેલ્લા 24 કલાકમાં ચાર નવા કેસ નોંધાયા છે અને એકપણ મોત નોંધાયું નથી. તમામ કેસ શાંઘાઈમાં નોંધાયા છે. ચીનમાં કોરોનાના 82 હજાર 862 કેસ નોંધાયા છે જ્યારે 4633 લોકોના મોત થયા છે.

તુર્કીમાં મૃત્યુઆંક 3 હજારને પાર

તુર્કીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2936 કેસ નોંધાયા છે અને 89 લોકોએ જીવ ગુમાવ્યા છે.આ સાથેજ મૃત્યુઆંક 3081 થયો છે અને કુલ કેસ 1 લાખ 17 હજાર 589 થયા છે. તુર્કીએ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાનો 28 મે સુધી બંધ કરી દીધી છે. અહીં સંક્રમણનો પ્રથમ કેસ 11 માર્ચના રોજ સામે આવ્યો હતો.

આજે કયા દેશમાં કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 10,64,572 61,669
સ્પેન 236,899 24,275
ઈટાલી 203,591 27,682
ફ્રાન્સ 166,420 24,087
બ્રિટન 165,221 26,097
જર્મની 161,539 6,467
તુર્કી 117,589 3,081
રશિયા 99,399 972
ઈરાન 93,657 5,957
ચીન 82,862 4,633
બ્રાઝીલ 79,685 5,513
કેનેડા 51,597 2,996
બેલ્જિયમ 47,859 7,501
નેધરલેન્ડ 38,802 4,711
પેરુ 33,931 943
ઈન્ડિયા 33,062 1,079
સ્વિત્ઝરલેન્ડ 29,407 1,716
પોર્ટુગલ 24,505 973
સાઉદી અરેબિયા 21,402 157
સ્વીડન 20,302 2,462
આયર્લેન્ડ 20,253 1,190
મેક્સિકો 17,799 1,732
ઈઝરાયલ 15,834 215
સિંગાપોર 15,641 14

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here