દહેગામ : તલોદ તાલુકા પંચાયતના આત્મા પ્રોજેક્ટમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીએ પતરા આપવાના બહાને આચરેલું 10 લાખનું કૌભાંડ !

0
112

તલોદ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા નવીનભાઈ સુતરીયા આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર તરીકે તલોદ તાલુકા પંચાયત કચેરી આત્મા વિભાગમાં ફરજ બજાવે છે. આ સરકારી કર્મચારીએ તલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ફરીને લાભાર્થીઓને જણાવ્યું કે સરકાર તરફથી 28 સો રૂપિયામાં પાંચ પેટી પતરા સરકાર આપે છે તેવી યોજના અમલમાં આવી છે તેવી માહિતી આપીને તલોદ તાલુકાના ૪૦૦ જેટલા લાભાર્થીઓ પાસેથી 28 સો રૂપિયા લેખે રૂપિયા ઉઘરાવ્યા. આજે સાત મહિનાનો સમય થયો છતાં લાભાર્થીઓને પતરા મળ્યા નથી અને છેવટે હારીને થાકીને લાભાર્થીઓએ તલોદ તાલુકા પંચાયત માં આવેલી આત્મા પ્રોજેક્ટની શાખામાં તપાસ કરતાં અન્ય કર્મચારી દ્વારા માહિતી મળવા પામી કે આવી સરકારની કોઈ યોજના અમલમાં છે જ નહીં.

તો પછી તમે શેના રૂપિયા આપ્યા આવી માહિતી જાણતા લાભાર્થીઓ અચંબામાં મુકાઈ ગયા હતા અને આ બાબતે તલોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સ્વામી રણજીતસિંહ વાઘેલા ને આ રજૂઆત કરતાં રણજીતસિંહ લાભાર્થીઓની સાચો ન્યાય મળે તેના માટે ઉચ્ચ અધિકારીઓને લેખિત જાણ કરવા રજૂઆત કરી છે અને આમાં કોણ કોણ સામેલ છે અને કુલ કેટલા લાભાર્થીઓના પૈસા લીધા છે તેની વિગતવાર માહિતી રણજીતસિંહ ભેગી કરીને આવા , કૌભાંડી કર્મચારી સામે કડક માં કડક કાર્યવાહી થાય તેવી રજૂઆત કરી છે. અને આ કેસમાં કેટલા અધિકારીઓનો સમાવેશ થાય છે તેની ઉચ્ચ કક્ષાએ તપાસ થયા બાદ જાણવા મળશે !

બાઈટ : રણજીતસિંહ વાઘેલા (તલોદ તાલુકા પંચાયત ઉપ પ્રમુખ સ્વામી, તલોદ)

 

તલોદ તાલુકા પંચાયતમાં આવેલી આત્મા પ્રોજેક્ટ શાખામાં એક કર્મચારીએ આચરેલું 10 લાખનું કૌભાંડ.
તલોદ તાલુકાના ૪૦૦ જેટલા ખેડૂત લાભાર્થીઓ પાસેથી 28 સો રૂપિયા ઉઘરાવી ને પાંચ પતરા સરકાર આપે છે એવું કહીને લાભાર્થીઓને નવડાવ્યા. આજે સાત મહિનાનો સમય થયો તેમ છતાં લાભાર્થીઓને પતરા ન મળતા રણજીતસિંહ વાઘેલાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર