વડોદરા : 3 મહિલા સહિત વધુ 10 દર્દીના મોત, GSFC કંપનીમાં વધુ 3 કર્મચારી સંક્રમિત, કુલ કેસઃ 9793 થયા

0
0

વડોદરા શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન આજે 3 મહિલા સહિત વધુ 10 દર્દીના મોત થયા છે. આ ઉપરાંત વડોદરા પાસે આવેલી GSFC કંપનીમાં વધુ 3 કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. જેમાં લોજીસ્ટિક ડિપાર્ટમેન્ટમાં 57 વર્ષીય કર્મચારી, એનાલિસ્ટ ડિપાર્ટમેન્ટમાં 30 વર્ષીય કર્મચારી અને લેબ ડિપાર્ટમેન્ટમાં 55 વર્ષીય કર્મચારી સંક્રમિત થયા છે. GSFC કંપનીમાં અત્યાર સુધીમાં 138 કર્મચારી કોરોના સંક્રમિત થયા છે.

કોર્પોરેટર હસમુખ પટેલ કોરોના સંક્રમિત થયા

વડોદરાના વોર્ડ નં-5ના કોર્પોરેટર હસમુખ પટેલ કોરોના સંક્રમિત થયા છે, તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત માજી કોર્પરેટર ગિરીશ પારેખ અને ભાજપ શહેર મહામંત્રી અને માજી કોર્પરેટર સદાનંદ દેસાઈ પણ કોરોના સંક્રમિત થયા છે.

વડોદરામાં કોરોના કેસનો કુલ આંક 9793 થયો

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 9793 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 163 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 8267 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1363 એક્ટિવ કેસ પૈકી 150 દર્દી ઓક્સિજન ઉપર અને 57 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1156 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં સોમવારે કોરોનાના કેસ નોંધાયા

શહેરઃ અકોટા, માણેજા, માંજલપુર, કારેલીબાગ, વાઘોડિયા રોડ, હરણી રોડ, દિવાળીપુરા, છાણી, નિઝામપુરા, સમા, વાસણા રોડ, પ્રતાપનગર, વડસર, આજવા રોડ, તાંદલજા, સુભાનપુરા, ગોરવા, કલાલી રોડ, ફતેગંજ, ગોત્રી
ગ્રામ્યઃ ડભોઇ, કરજણ, પીપલોદ, ગોરજ, દશરથ, બીલ ઉંડેરા, સાવલી, સમિયાલા, ડેસર, વાઘોડિયા, બાજવા, ભાયલી

ઉત્તર ઝોનમાં સૌથી વધુ 2331 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 9793 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1598, પશ્ચિમ ઝોનમાં 1575, ઉત્તર ઝોનમાં 2331, દક્ષિણ ઝોનમાં 1913, વડોદરા ગ્રામ્યમાં 2340 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરામાં હાલ 3646 લોકો ક્વોરન્ટીન

વડોદરા શહેરમાં હાલ 3646 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 3632 લોકો હોમ ક્વોરન્ટીન, સરકારી ફેસિલિટીમાં 8 લોકો અને પ્રાઇવેટ ફેસિલિટીમાં 6 લોકો ક્વોરન્ટીન ક્વોરન્ટીન છે.

વડોદરામાં 74,936 લોકો રેડ ઝોનમાં

વડોદરા શહેરમાં અત્યારે 19,974 ઘરમાં 74,936 લોકો રેડ ઝોનમાં છે. જ્યારે 36,546 ઘરમાં 1,22,951 લોકો ઓરેન્જ ઝોનમાં છે. 37,883 ઘરમાં 1,35,058 લોકો યલો ઝોનમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here