Saturday, April 26, 2025
Homeવાપીમાં તોફાની 10 ઈંચ વરસાદ,દમણગંગા બે કાંઠે વહેતા મધુબન ડેમના 6 દરવાજા...
Array

વાપીમાં તોફાની 10 ઈંચ વરસાદ,દમણગંગા બે કાંઠે વહેતા મધુબન ડેમના 6 દરવાજા ખોલાયા

- Advertisement -

સુરતઃદક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સવારી અવિરત રહી છે. છેલ્લા થોડા દિવસોથી વરસી રહેલા વરસાદ વચ્ચે આજે વાપીમાં વરસાદની તોફાની ઈનિંગ જોવા મળી હતી. રાત્રિના 12 વાગ્યાથી રવિવારે સવારના દસ વાગ્યા સુધીમાં 10 ઈંચ વરસાદ ખાવક્યો હતો. જેથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. ભિલાડ ચેક પોસ્ટ નજીક હાઈ વે પર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાપી જીઆઈડીસી નજીક પણ પાણી ભરાયા હતા. વાપી મુંબઈ હાઈ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. વલસાડ-કપરાડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે નીચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયાં હતા.મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાતાં લોકોને પારાવાર મુશ્કેલી સર્જાઈ હતી.મધુબન ડેમના દરવાજા ખોલાતાં નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

મધુબન ડેમના દરવાજા ખોલાયા

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દમણગંગા બે કાંઠે વહેતા મધુબન ડેમની સપાટી વધીને 74.20મીટર પહોંચી ગઈ છે. ડેમમાં પાણીની આવક બે લાખ 10 હજાર ક્યુસેકથી વધુની છે. જેથી ડેમના સાત દરવાજા 5.20 મીટર સુધી ખોલી દેવામાં આવ્યાં છે.

લોકોને એલર્ટ કરાયા

મધુબન ડેમમાં પાણી છોડવામાં આવતાં તંત્ર દ્વારા નીચાણ વાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યાં છે. જેથી કરીને કોઈ અનિચ્છનિય દુર્ઘટના ન સર્જાય તે માટે એલર્ટ પણ તંત્ર દ્વારા આપી દેવામાં આવ્યું છે.

વાપીની બિલખાડી ઓવરફ્લો

વાપીમાં એકધારા વરસી રહેલા વરસાદના પગલે ભારે હાલાકી સર્જાઈ છે. વાપી બિલખાડી ઓવરફલો થતાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા છે. ગોડલનાગર રોડ પર પણ વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે હાઇવે પર પાણી ભરાયા છે. જેથી બગવડા ટોલનાકા પાસે વાહનોની લાંબી લાઈનો લાગી છે.વાપી રેલવે અંડર બ્રીજ પાણીમાં ગરક થઈ ગયો છે.

વલસાડમાં પાણી પાણી

વલસાડમાં ભારે વરસાદના કારણે કૈલાસનગર વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે. દમણના ઝંડા ચોક વિસ્તાર પણ પાણીમાં ગરક થઈ ગયો છે.દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. મધુબન ડેમની સપાટીમાં પણ નવા નીર આવવાના કારણે સતત વધારો થઈ રહ્યો છે.

વરસાદના આંકડા(શનિવાર રાત્રિના 12થી રવિવાર સવારના 10 સુધી)

ઉમરગામ 163મીમી
કપરાડા 229મીમી
ધરમપુર 106મીમી
પારડી 118મીમી
વલસાડ 182મીમી
વાપી 243મીમી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular