Sunday, September 19, 2021
Home10 શહેરોમાંથી 10 પીડાદાયક તસ્વીરો : વૃદ્ધ માતાના પગમાં જ યુવાન પુત્રના...
Array

10 શહેરોમાંથી 10 પીડાદાયક તસ્વીરો : વૃદ્ધ માતાના પગમાં જ યુવાન પુત્રના શ્વાસ તૂટ્યા; કબ્રસ્તાનમાં બે ગજ જમીન પણ નથી

અમારો ઉદ્દેશ તમને ડરાવવાનો નથી, પરંતુ તમને તે સત્યથી રુબરુ કરવાનો છે જે તમારા માટે જાણવાનું મહત્વપૂર્ણ છે. સરકારી ફાઇલોમાં નોંધાયેલા કોરોનાથી થતા મૃત્યુના આંકડાની વાસ્તવિકતા ઘણી વધુ ભયાનક છે. તમે આનો અંદાજ લગાવી શકો છો કે હવે સ્મશાન ઘાટ પર ચિતાઓ ઠંડી થયા પહેલા જ બુઝાવી દેવામાં આવી રહી છે, જેથી બીજાના અંતિમ સંસ્કાર કરી શકાય. કબ્રસ્તાનમાં મૃતદેહને દફન કરવા માટે ક્યાંય જગ્યા જ બચી નથી.

આ ફોટો સ્ટોરીમાં, અમે તમને 10 શહેરોના આવા 10 તસ્વીરો બતાવીશું. તેને જોઈને તમે આપ મેળે જ દેશની પરિસ્થિતિથી વાકેફ થઇ જશો. તસ્વીરો થોડું વિચલિત કરી શકે છે, કારણ કે તે તેમાં આપને પોતાનાઓને ગુમાવવાની પીડા જોવા મળશે. મૃત પડેલી સિસ્ટમની ઝલક, જનતાની નિરાશા અને લાચારી જોવા મળશે. આ તસ્વીરો તમને એ વાતનો અનુભવ કરાવશે કે તમારી પાસે કેટલા પણ રૂપિયા કેમ ન હોય, તમે કેટલા મોટા હોદ્દા પર કેમ ન હોવ… જો થોડી પણ બેદરકારી દાખવી તો તે તમારી સાથે તમારા પ્રિયજનો પર ભારે પડી શકે છે.

ફોટો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીનો છે. અહીં જૌનપુરના મડિયાંહુની રહેવાસી એક વૃદ્ધ માતા પોતાના યુવાન પુત્રની સારવાર માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં ભટકતી રહી. પણ કોઈનું દિલ પીગળ્યું નહીં. સરકારી તંવ્યવસ્થા તો જુઓ, પુત્રને હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ ન મળી. આખરે માતાના પગમાં પુત્રના શ્વાસ તૂટી ગયા.

ફોટો ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉનો છે. અહીં ભૈસા કુંડ સ્મશાનગૃહમાં એક સાથે 184 મૃતદેહોના અંતિમ સંસ્કારનો વીડિયો સામે આવ્યો છે, જ્યારે સરકારી આંકડા મુજબ રાજધાનીમાં દરરોજ 10-25 લોકો મૃત્યુ નોંધવામાં આવે છે.

ફોટો ઉત્તર પ્રદેશના કાનપુર શહેરનો છે. લગભગ દરેક કોવિડ હોસ્પિટલમાં દરરોજ 10-20 મૃત્યુ થાય છે, પરંતુ સરકારી આંકડા મુજબ, સમગ્ર જિલ્લામાં ફક્ત 10 થી 15 લોકોના જ મૃત્યુ નોંધવામાં આવી રહ્યા છે. જિલ્લાના દરેક સ્મશાન ઘાટ અને કબ્રસ્તાનમાં સામાન્ય દિવસ કરતાં વધુ મૃતદેહો પહોંચી રહ્યા છે.

ફોટો દેશની રાજધાની દિલ્હીનો છે. અહીંના કબ્રસ્તાનમાં મૃતદેહને દફન કરવા માટે હવે જગ્યા નથી. કબ્રસ્તાનનું મેનેજમેન્ટ કહે છે કે દરરોજ 50 થી 60 લોકોના મૃતદેહ આવી રહ્યા છે. હવે શહેરમાંથી દૂરના વિસ્તારમાં કબ્રસ્તાનમાં વાત કરીને આવા મૃતકોને ત્યાં દફનાવવામાં આવી રહ્યા છે.

ફોટો જમ્મુની જિલ્લા હોસ્પિટલનો છે. કોરોનામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યામાં 123% નો વધારો થયો છે. આને કારણે હવે મૃતદેહને કબ્રસ્તાન અને સ્મશાન સુધી પહોંચાડવા માટે વાહન પણ ઓછા પડી રહ્યા છે. એક-એક વાહનમાં 5-7 મૃતદેહોને લઈ જવામાં આવી રહયા છે.

ફોટો ગુજરાતના અમદાવાદ શહેરનો છે. અહીંના સ્મશાન ઘાટ અને કબ્રસ્તાનમાં કોવિડ પ્રોટોકોલ હેઠળ દરરોજ આશરે 100-150 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે, પરંતુ સરકારના આંકડામાં ફક્ત 20-25 મૃત્યુ નોંધાઇ રહ્યા છે. તેનું કારણ એ છે કે હોસ્પિટલોના ફ્રીઝરમાં મૃતદેહોને રાખવા માટે કોઈ જગ્યા બાકી નથી.

ફોટો પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાનો છે. અહીં, કોરોનાથી જીવ ગુમાવનાર દર્દીના પરિવારને છેલ્લી વખત તેનો ચહેરો જોવાનું પણ ભાગ્યમાં નથી. મૃતદેહ જોઇને પરિવારના સભ્યો વારંવાર રડી રહ્યા હતા.

ફોટો મુંબઈનો છે. અહીંના સ્મશાનગૃહમાં દિવસ-રાત કોરોનાથી પોતાનો જીવ ગુમાવનારા લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. કબ્રસ્તાનમાં જગ્યા ભરાઈ જવાને કારણે હવે મૃતદેહોને બાહરના વિસ્તારમાં દફનાવવામાં આવી રહ્યા છે.

ફોટો કર્ણાટકના બેંગલુરુ શહેરનો છે. અહીં બોમાનહાલી ઘાટ પર કોરોનાથી જીવ ગુમાવનારા લોકોના મૃતદેહને લઇને પહોંચેલી એમ્બ્યુલન્સને પણ લાઇનમાં ઊભું રહેવું પડ્યું છે. અહીં દરરોજ 100-200 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે, જ્યારે સત્તાવાર આંકડા માત્ર 50 થી 70 લોકોનાં મોતના નોંધાઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments