ખેડૂતોની દિલ્હી કૂચ : શાહજહાંપુર બોર્ડરની બેરિકેડ્સ ખસેડીને હરિયાણામાં ઘુસ્યા 10થી 15 ટ્રેક્ટર.

0
0
બોર્ડર પર બેરિયરની વચ્ચે ટ્રેક્ટર.
બોર્ડર પર બેરિયરની વચ્ચે ટ્રેક્ટર.
અલવરના શાહજહાંપુર ખેડા હરિયાણા બોર્ડર પર ગુરુવારે બપોરે ટ્રેક્ટરમાં બેસીને કેટલાક ખેડૂત પોલીસનું બેરિયર તોડીને દિલ્હી તરફ કૂચ કરીને હરિયાણામાં ઘુસી ગયા છે. હરિયાણાની પોલીસ ખેડૂતોને રોકે ત્યાં સુધીમાં તો 10થી 15 ટ્રેક્ટર બોર્ડરની આગળ નીકળી ગયા. સ્થિતિ નિયંત્રણની બહાર જતી જોઈને પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો અને ટીયર ગેસ છોડ્યો. તેમાં ખેડૂતોને ઈજા થઈ. પછીથી ખેડૂત નેતાઓએ બધાને શાંત કરાવ્યા. તેમણે કહ્યું કે ખેડૂતો શાંતિપૂર્વક જ આંદોલનને આગળ વધારવા માંગે છે. બીજી તરફ હરિયાણાની સીમામાં ઘુસી ચૂકેલા 10થી 15 ટેક્ટ્રર ચાલકોને હરિયાણા પોલીસે રોકી રાખ્યા છે. કેટલાક ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે.
આ રીતે બોર્ડર પરના બેરિયરની પાસેથી નીકળ્યા હતા ટ્રેક્ટર. આ ટ્રેક્ટરને રોકવામાં આવ્યું.
આ રીતે બોર્ડર પરના બેરિયરની પાસેથી નીકળ્યા હતા ટ્રેક્ટર. આ ટ્રેક્ટરને રોકવામાં આવ્યું.

 

બપોરે લગભગ દોઢ વાગ્યે તોડ્યું બેરિયર

ગુરુવારે બપોરે દોઢ વાગ્યે 10થી 15 ટ્રેક્ટર લઈને ખેડૂતો એક સાથે હરિયાણા પોલીસે બોર્ડર પર લગાડેલા બેરિયરને હટાવતા આગળ નીકળી ગયા. કેટલાક સર્વિસ લેન તરફથી આગળ નીકળી ગયા. મોટી સંખ્યામાં ખેડૂતો એક સાથે ટ્રેક્ટર લઈને આગળ નીકળ્યા પછી પોલીસે હળવો બળ પ્રયોગ કરીને ખેડૂતોને ભગાડવાની કોશિશ કરી. તેમાં ઘણા ખેડૂતોને ઈજા પહોંચી છે. જોકે પછીથી ઘણા ખેડૂતોના ટ્રેક્ટરોને રોકવામાં આવ્યા. મુશ્કેલથી 10થી 15 ટ્રેક્ટર જ આગળ જઈ શકયા. આગળ જતા પોલીસે આ ટ્રેક્ટરોને પણ રોક્યા.

ખેડૂત નેતાઓએ સંભાળી સ્થિતિ

આ ઘટનાના પગલે બે કિલોમીટર સુધી ખેડૂતો બોર્ડર પર આવી ગયા. બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો આવી ગયા. પછીથી ખેડૂત નેતા રામપાલ જાટ સહિત અન્યએ તેમને સંભાળ્યા. તેમણે એ વાત પણ કહી કે તે શાંતિપૂર્વકનું આંદોલન ઈચ્છી રહ્યાં છે. કોઈ પણ જબરજસ્તી કરીને આગળ જશે નહિ. પછીથી ખેડૂતો ત્યાં બેસી ગયા.

12 ડિસેમ્બરથી શાહજહાંપુર બોર્ડર પર ઘરણા આપી રહ્યાં છે ખેડૂત
શાહજહાપુર-ખેડા બોર્ડર પર 12 ડિસેમ્બરથી ખેડૂતો આંદલન કરી રહ્યાં છે. બોર્ડર પર આવેલા હાઈવે પર જ છે. હાઈવે પર બે કિમી સુધી ખેડૂતો તંબૂ લગાવીને રહી રહ્યાં છે. દેખાવો કરી રહેલા ખેડૂતોની માંગ છે કે કેન્દ્ર સરકાર ત્રણ કાયદાઓને પરત લે. પછી જ આંદોલન પૂર્ણ કરીશું. જોકે સરકાર કાયદો પરત ખેંચવા તૈયાર નથી. આ કારણે ખેડૂતો દિલ્હી કૂચ કરવા માંગે છે. જોકે વચ્ચે જ બોર્ડર પર હરિયાણા પોલીસ આગળ જવા દઈ રહી નથી. એવામાં ખેડૂત બોર્ડર પર જ રોકાયા છે. અહીં હરિયાણા સિવાય ગુજરાત અને મહારાષ્ટ્રના પણ ઘણા ખેડૂતો છે.
શાહજહાંપુર બોર્ડર પર પછીથી ખેડૂૂત નેતાઓએ બેરિયર તોડનારા ખેડૂતોને અટકાવ્યા.
શાહજહાંપુર બોર્ડર પર પછીથી ખેડૂૂત નેતાઓએ બેરિયર તોડનારા ખેડૂતોને અટકાવ્યા.

બેનીવાલના આવતા પહેલા હરિયાણા પોલીસે બંધ કરી હતી હાઈવેની બીજી લેન

નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલ બોર્ડર પર પડાવ નાંખવા પહોંચે તેના એક દિવસ પહેલા જ 25 ડિસેમ્બરે હરિયાણા પો લીસે જયપુર-દિલ્હી હાઈવેની બીજી લેનને બંધ કરી દીધી હતી. પોલીસને અંદાજ હતો કે સાંસદ આવ્યા પછી ખેડૂતો દિલ્હી કૂચ કરી શકે છે. આ પહેલા 12 ડિસેમ્બરથી જયપુરથી દિલ્હી જનાર લેન પર ખેડૂતોએ પડાવ નાંખ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here