રાજકોટ : કર્ફ્યુ લાગેલા જંગલેશ્વરમાંથી શરદી, તાવ અને ઉધરસના લક્ષણો સાથે 10 વર્ષનો બાળક ગોંડલ પહોંચ્યો!

0
5

રાજકોટ. ગોંડલના માર્કેટ યાર્ડ માલધારી હોટલ પાસે શાહરુખ ઇસ્માઇલભાઈ ફકીર (ઉ.વ. 10) નામનો બાળક શરદી, તાવ અને ઉધરસ સાથે નાદુરસ્ત હાલતમાં મળી આવ્યો હતો. સિટી PSI બી. એલ. ઝાલા, પરાક્રમસિંહ ઝાલા અને માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુ સહિતનાઓ દોડી ગયા હતા. આ બાળક રાજકોટના જંગલેશ્વરમાંથી ભાગીને અહીં પહોંચી ગયો હતો. હોટસ્પોટ અને કર્ફ્યુ લાગ્યું હોવા છતાં જગલેશ્વરમાંથી આ બાળક કેવી રીતે બહાર નીકળ્યો અને ગોંડલ પહોંચી ગયો તે તપાસનો વિષય છે. પરંતુ આરોગ્ય વિભાગની ટીમની મદદથી આ બાળકને ફરી રાજકોટ ખસેડાયો છે.

પતરા ટપવાની વાતથઈ પોલીસ પણ ચોંકી

શાહરૂખે પોલીસને જણાવ્યું હતું કે, પોતે માતા-પિતા સાથે બે દિવસ પહેલા રાજકોટ જંગલેશ્વર વિસ્તાર પાસે ફીટ કરવામાં આવેલા પતરા ટપી ટ્રકમાં બેસી ગોંડલ રેલવે સ્ટેશન આવ્યો હતો. તેના પિતા દારૂ પીવાની ટેવવાળા હોય ઢોર માર મારી કાઢી મુક્યો હતો. બાળકના જંગલેશ્વર વિસ્તારના પતરા ટપવાની વાતથી પોલીસ પણ ચોંકી ઉઠી હતીઅને તેને ત્વરિત સારવાર માટે રાજકોટ ખસેડ્યો હતો. પોલીસે ગોંડલમાં બે દિવસથી ફરી રહેલા તેના માતા-પિતાની શોધ શરૂ કરી છે.

બાળકના હાથમાં મૂંઢ માર્યાના નિશાન જોવા મળ્યા

બાળકે પોલીસને પોતાના પિતાએ માર માર્યો હોવાના નિશાન પણ બતાવ્યા હતા. જેમાં હાથમાં ભાગે માર માર્યાના નિશાન જોવા મળ્યા હતા. હાથમાં લોહી નીકળી ગયેલા નિશાન જોઇ પોલીસનું હૃદય દ્રવી ઉઠ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here