100 કરોડ ક્લબમાં રણવીર, આલિયાની ફિલ્મ ‘ગલી બોય’ની એન્ટ્રી

0
65

બોલિવૂડ ડેસ્ક: ઝોયા અખ્તરની રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ‘ગલી બોય’ 100 કરોડ ક્લબમાં સામલે થઇ ગઈ છે. ઝોયા અખ્તરની આ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ‘ઝીંદગી મિલેગી ના દોબારા’ ને પાછળ ધકેલી ગલી બોયની ભારતમાં બોક્સઓફિસ પરની કમાણી 100 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ગલી બોયનું બોક્સઓફિસ કલેક્શન ટ્વિટ કર્યું. ‘સિમ્બા’ બાદ હવે ગલી બોયથી રણવીર બેક ટુ બેક 100 કરોડ ક્લબમાં પોતાની મૂવી સાથે એન્ટ્રી કરી રહ્યો છે. આલિયા ભટ્ટ પણ ‘રાઝી’ મૂવી બાદ ગલી બોયથી ફરી 100 કરોડ કલબમાં સામેલ થઇ ગઈ છે. ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here