100 ભારતીય માઇગ્રન્ટ્સને લઇ જતી બોટ ગુમ, ન્યૂઝીલેન્ડ તરફ ગઇ હોવાનો અંદાજઃ પોલીસ

0
11

ઇન્ટરનેશનલ ડેસ્કઃ 100 ભારતીય ઇમિગ્રન્ટ્સને લઇને જઇ રહેલી એક બોટ ગુમ થઇ ગઇ છે. ભારતીય પોલીસનું અનુમાન છે કે, આ બોટ ન્યૂઝીલેન્ડ તરફ જઇ રહી છે. પોલીસને આ લોકોની 70થી વધુ બેગ મળી છે. મોટાંભાગના લોકો નવી દિલ્હી અને તામિલનાડુથી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોટ પર મોજૂદ લોકો ભારતીય ઇમિગ્રન્ટ્સ છે. આ બોટ 12 જાન્યુઆરીના રોજ કેરળના મુનામબામ હાર્બરથી નિકળી હતી. આ મામલે બે અધિકારીઓ પણ સામેલ હોવાનું સામે આવી રહ્યું છે અને નવી દિલ્હીથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

બોટ સૌથી મુશ્કેલ રૂટ પરથી પસાર થઇ

ભારતીય એજન્સીઓ તપાસમાં જોડાઇ
  • પોલીસ અધિકારી વીજી રવિન્દ્રને જણાવ્યું કે, બોટમાં સવાર લોકોની 70થી વધુ બેગ મળી આવી છે. જેમાંથી 20થી વધુ ઓળખપત્રો પણ મળ્યા છે. પોલીસ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ બેગમાં કપડાં અને ડ્રાય ફ્રૂટ જેવો સામાન મળ્યો છે. એટલે કે, લોકો લાંબી યાત્રાની તૈયારીના હેતુથી નિકળ્યા હતા.
  • પોલીસ અધિકારી એમજે સોજને કહ્યું કે, જે સામાન મળી આવ્યો છે તેનાથી લાંબી જળયાત્રાના હેતુથી લોકોએ પોતાની બેગ પેક કરી હોય તેવું લાગે છે.
  • ઉલ્લેખનીય છે કે, ગુમ થયેલા લોકો સમુદ્રની વચ્ચે જ ક્યાંક ફસાયેલા છે. પોલીસનું કહેવું છે કે, અનેક ભારતીય એજન્સીઓ આ લોકોની તપાસમાં લાગેલી છે. જેમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમ પણ સામેલ છે.
  • જે માઇગ્રન્ટ્સ આ બોટમાં હતા તેઓને ન્યૂઝીલેન્ડ પહોંચવા માટે વિશ્વના સૌથી મુશ્કેલ સમુદ્રી રસ્તા પરથી 7,000 માઇલ સુધી પસાર થવાનું હતું. સાઇક્લોન અને વાવાઝોડાં ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયાના સમુદ્રી રસ્તામાં સામાન્ય ગણાય છે. જે બોટ ગુમ થઇ તે આ જ રૂટ પરથી ગઇ હોવાનો પ્રાથમિક અંદાજ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here