Saturday, September 25, 2021
Home100 કરોડના વસૂલીકાંડનો આરોપ : CBIએ અનિલ દેશમુખ વિરુદ્ધ નોંધી FIR
Array

100 કરોડના વસૂલીકાંડનો આરોપ : CBIએ અનિલ દેશમુખ વિરુદ્ધ નોંધી FIR

મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે કરેલા આરોપો મામલે CBIએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે FIR નોંધી છે. આ મામલે સીબીઆઈ વિવિધ સ્થળોએ તપાસ કરી રહી છે.

CBIએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. દેશમુખ ઉપરાંત ઘણા અજાણ્યા લોકો પર પણ પૂર્વ સીપી પરમબીર સિંહના આરોપ અંગે પણ કેસ નોંધવામાં આવ્યા છે. સીબીઆઈ આ મામલે અનેક જગ્યાએ તપાસ કરી રહી છે. સીબીઆઈ જે સ્થળોએ તપાસ કરી રહી છે એમાં દેશમુખના નિવાસસ્થાનનો પણ સમાવેશ થાય છે.

દેશમુખ પર રૂ. 100 કરોડની વસૂલી કરવાનો આરોપ

જણાવી દઈએ કે મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના આરોપ બાદ અનિલ દેશમુખને રાજ્યના ગૃહમંત્રીપદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. પરમબીર સિંહે એક પત્ર લખીને અનિલ દેશમુખ પર રૂ. 100 કરોડની વસૂલી કરવાનો આરોપ લગાવ્યો હતો. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં પરમબીર સિંહે આરોપ લગાવ્યા હતા કે અનિલ દેશમુખ પોતાના નિવાસસ્થાને સચિન વઝે સાથે મુલાકાત કરતા હતા, સાથે જ તેણે દર મહિને મુંબઈથી 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાની વાત કરી હતી.

હાઇકોર્ટે પરમબીરના આરોપોની તપાસ સીબીઆઈને કરવા જણાવ્યું હતું

પરમબિર સિંહે આ મામલે મહારાષ્ટ્ર હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. એ બાદ હાઇકોર્ટે પરમબીરના આરોપોની તપાસ સીબીઆઈને કરવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે સીબીઆઈ આગામી 15 દિવસમાં રિપોર્ટ આપશે, ત્યાર બાદ અનિલ દેશમુખ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવી કે નહીં એ અંગે નિર્ણય લેવામાં આવશે.

હાઇકોર્ટે પરમબીરના આરોપોની તપાસ સીબીઆઈને કરવા જણાવ્યું હતું.

હાઇકોર્ટે પરમબીરના આરોપોની તપાસ સીબીઆઈને કરવા જણાવ્યું હતું.

શરદ પવારે દેશમુખનો કર્યો હતો બચાવ

પરમબીર સિંહના પત્ર પછી મહારાષ્ટ્રમાં રાજકીય સંકટે જોર પકડવાની શરૂઆત કરી દીધી હતી. અનિલ દેશમુખ વિપક્ષના નિશાના પર આવી ગયા હતા. શરૂઆતમાં એનસીપીના વડા શરદ પવારે દેશમુખનો બચાવ કર્યો હતો અને તેમનું રાજીનામું નકારી દીધું હતું. તેમણે દેશમુખ પરના આરોપોને રાજનીતિથી પ્રેરિત જણાવ્યા હતા. જોકે વિવાદે જોર પકડ્યા બાદ દેશમુખને રાજીનામું આપવું પડ્યું હતું.

એનસીપીના વડા શરદ પવારે દેશમુખનો બચાવ કર્યો હતો. -ફાઇલ

એનસીપીના વડા શરદ પવારે દેશમુખનો બચાવ કર્યો હતો. -ફાઇલ

એન્ટિલિયાકેસમાં સતત નવા નવા ઘટસ્ફોટો

નોંધપાત્ર વાત એ છે કે આ વર્ષે 25 ફેબ્રુઆરીએ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા નજીક વિસ્ફોટક ભરેલી એક કાર મળી આવી હતી, જેમાં જિલેટીનની સ્ટિકો મળી આવી હતી. શરૂઆતમાં મુંબઈ પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી, પરંતુ હવે NIA આ મામલે તપાસ કરી રહી છે. NIAએ 13 માર્ચે સચિન વઝેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ આ કેસમાં નવા-નવા ઘટસ્ફોટો કરવામાં આવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments