માણસા તાલુકાના ચરાડા ગામે આવેલ બરાડીયા તળાવમાં આજે સવારે ૧૦૦ થી વધુ માછલીઓ મૃત હાલતમાં પાણી પર તરતી જોવા મળતા ગ્રામજનોએ આ બાબતે તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરતા માણસા મામલતદાર પોલીસ વેટનરી ડોક્ટર ટીડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તળાવમાંથી તમામ મૃત માછલીઓને બહાર કાઢી યોગ્ય જગ્યાએ નિકાલ કર્યો હતો માછલીઓના મોત પ્રાથમિક અંદાજ મુજબ ગરમીના કારણે ઓક્સિજન લેવલ ઘટવાના કારણે થયા હોવાનું માનવામાં આવે છે તેમ છતાં પાણીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જેથી કારણ સ્પષ્ટ થઈ શકે.
માણસા તાલુકામાં આવેલ ચરાડા ગામે બરાડીયા નામના તળાવમાં આજે વહેલી સવારે અહીંથી પસાર થતાં ગ્રામજનોએ ૧૦૦ થી વધુ માછલીઓને મૃત હાલતમાં પાણી પર તરતી જોઈ હતી જેથી ગ્રામજનોએ આ બાબતની જાણ તાત્કાલિક તલાટી અને વહીવટી તંત્રને કરતા વેટેનરી ડોક્ટર તેમજ મામલતદાર ટીડીઓ અને પોલીસ સહિતનો કાફલો તળાવ કિનારે આવી પહોંચ્યો હતો અને તળાવમાંથી ૧૦૦ થી વધુ મૃત માછલીઓને બહાર કાઢી યોગ્ય જગ્યાએ ખાડો કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો તો અહીં હાજર અધિકારીઓએ માછલીઓના મોત પાછળ ગરમીના કારણે ઓક્સિજન લેવલ ઘટવાથી મોત થયા હોવાનો અંદાજ લગાવ્યો હતો તેમ છતાં પણ તળાવના પાણીમાં કેમિકલ કે કોઈ ઝેરી પ્રવાહીને કારણે આ બનાવ બન્યો હોય તો તેના માટે પણ પાણીના સેમ્પલ લઈ લેબોટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ તળાવમાં કોઈ અન્ય પશુ પાણી ન પીવે તે માટે તળાવ કિનારે આજે બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે આ તળાવ ગામ થી થોડું દૂર હોવાને કારણે કોઈ ગંદુ કે ગટરનું પાણી આમાં આવતું નથી જેથી ઓક્સિજન લેવલ ઘટવાના કારણે માછલીઓના મોત થયા હોવાનું અનુમાન લગાવી શકાય તો બનાવની જાણ થતા ગ્રામજનો મોટી સંખ્યામાં તળાવ કિનારે પહોંચી ગયા હતા અને સમગ્ર બનાવ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી અને માહિતી મેળવી હતી.