Sunday, April 27, 2025
HomeઅમદાવાદAHMEDABAD : શેરબજાર ઓપરેટરના ફ્લેટમાંથી 100 કિલો સોનું-જંગી રોકડ જપ્ત

AHMEDABAD : શેરબજાર ઓપરેટરના ફ્લેટમાંથી 100 કિલો સોનું-જંગી રોકડ જપ્ત

- Advertisement -

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ છે. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાંથી ડીઆરઆઈ અને એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ ફ્લેટમાંથી એજન્સીઓએ 100 કિલો સોનું અને જંગી રોકડ જપ્ત કર્યાના અહેવાલ છે. આ અંગે એજન્સીઓ અને પોલીસને બાતમી મળતા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

100 કિલો સોનું અને 60 લાખની રોકડ ઝડપાઈ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના આવિષ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 104માં બપોરે અઢી વાગ્યે દરોડા પાડવામાં આવ્યા હતા. આ ફ્લેટની માલિકી મહેન્દ્ર શાહ અને મેઘ શાહ નામની વ્યક્તિઓની હોવાનું ખૂલ્યું છે. તેઓ પિતા-પુત્રનો સંબંધ ધરાવે છે.

આ તપાસમાં હજુ પણ વધારે મુદ્દામાલ ઝડપાય તેવી શક્યતા છે. એજન્સીઓને માહિતી મળી હતી કે, આ ફ્લેટમાં અંદાજિત 100 કિલોથી વધુ સોનું છુપાવ્યું છે. ત્યારબાદ અહીં ATS અને DRIએ સંયુક્ત દરોડા પાડ્યા છે. આ દરમિયાન અંદાજિત 100 કિલો સોનું, અન્ય ઘરેણાં અને અંદાજિત રૂ. 70 લાખથી વધુ રોકડ છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, આ ઘટનામાં હવાલા વ્યવહારો પણ બહાર આવે તેવી શક્યતા છે. આ દિશામાં હાલ તપાસ ચાલી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular