100 ટકા વેક્સિનેશન : વડોદરામાં લોક જાગૃતિ અને આરોગ્ય કર્મીઓની સમર્પિત કામગીરીથી આ શક્ય બની રહ્યું

0
3

વડોદરા જિલ્લાના સરકારી દવાખાનાઓમાં કાર્યરત તબીબો અને ચાવીરૂપ સ્ટાફને તાજેતરમાં કોરોનાની ત્રીજી લહેર આવે તો ખાસ કરીને બાળ આરોગ્ય કેવી રીતે સાચવવા સહિતના તકેદારીના પગલાંની જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાલીમ આપવાની પહેલ કરવામાં આવી છે, તેની સાથે કોરોનાના સંભવિત હુમલા સામે ટક્કર લેવા માટે ગ્રામીણ સમુદાય એક આગવી રીતે તૈયાર થઈ રહ્યો છે. વડોદરા જિલ્લાના ઘણા નાના પણ જાગૃત ગામો, જેઓ રસી લેવાને પાત્ર છે, તેવા લોકોના 100 ટકા રસીકરણનું ધ્યેય સિદ્ધ કરવાની સમીપ પહોંચી ગયા છે. વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રની ટીમો દ્વારા રસી આપવાની સતત સમર્પિત કામગીરી અને લોકોની જાગૃતિથી આ શક્ય બની રહ્યું છે.

100 ટકા રસીકરણની સિદ્ધિ મેળવનાર તાલુકાનું પ્રથમ ગામ બન્યું
અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળનું અલ્હાદપુરા ગામ, જે એક નાનકડું ગામ છે, તે 100 ટકા રસીકરણની સિદ્ધિ મેળવનાર તાલુકાનું કદાચિત પ્રથમ ગામ બન્યું છે, તેવી જાણકારી આપતાં કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી ડો. જિતેન રાણાએ જણાવ્યું હતું કે, આ ગામની કુલ 984ની વસ્તીમાં 561 લોકો 18+ની શ્રેણીમાં આવે છે. એટલે કે તેઓ રસી મૂકાવવાને પાત્ર છે.

વડોદરાના નાના, પણ જાગૃત ગામો કોરોના સામે સુરક્ષિત થઈ રહ્યા છે
વડોદરાના નાના, પણ જાગૃત ગામો કોરોના સામે સુરક્ષિત થઈ રહ્યા છે

નાનકડા ગામે સંપૂર્ણ રસીકરણની દિશા દર્શાવી
તેની સામે 506 લોકોએ રસી લઈ લીધી છે. બાકી રહેતા 55 લોકો પૈકી 27 લોકોને કોરોના થયો હતો એટલે તેઓ ત્રણ મહિના પછી રસી લેવાને પાત્ર થશે અને અન્ય 26 લોકો મોટેભાગે વડોદરા રહે છે અને તે પૈકીના મોટાભાગના લોકોએ શહેરી વિસ્તારમાં રસી લઈ લીધી છે. આમ, આ નાનકડા ગામે સંપૂર્ણ રસીકરણની દિશા દર્શાવી છે.

સેવા સંસ્થાના યુવાનોની મદદ રંગ લાવી રહી છે
સેવા સંસ્થાના યુવાનોની મદદ રંગ લાવી રહી છે

કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમની સમર્પિત સેવાઓ ધન્યવાદને પાત્ર છે
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, આ ગામના લોકોની જાગૃતિ સલામીને પાત્ર છે તેની સાથે આ કામમાં સહયોગ આપનાર સેવા સંસ્થા .એસ.આર.ફાઉન્ડેશનના યુવા સ્વયંસેવકોની મહેનત અને કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમની સમર્પિત સેવાઓ ધન્યવાદને પાત્ર છે. આ આરોગ્ય કેન્દ્ર હેઠળના ચિખોદરા, ભાલિયાપુરા, હેતમપુરા અને તતારપુરા ગામો પણ 100 ટકા રસીકરણ ની સમીપ પહોંચી ગયા છે અને આગામી સપ્તાહમાં સંપૂર્ણ રસી સંરક્ષિત ગામો બની જવાની સંભાવના છે.

100 ટકા રસીકરણની સિદ્ધિ મેળવનાર વડોદરા તાલુકાનું પ્રથમ ગામ બન્યું છે,
100 ટકા રસીકરણની સિદ્ધિ મેળવનાર વડોદરા તાલુકાનું પ્રથમ ગામ બન્યું છે,

પાદરના મોભા, વણછરા, અંબાડા ગામો રસી શતક વીર ગામો બન્યા
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ પાદરા તાલુકાના મોભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના મોભા, વણછરા અને અંબાડા ગામોના લોકોને અને આરોગ્ય ટીમોને રસી શતક વીર ગામો બનવા માટે બિરદાવ્યા છે. આ ગામો પણ સંપૂર્ણ રસી રક્ષિત બન્યા છે. આ ઉપરાંત તાલુકાના મોભા રોડ, ડભાસા અને લુણા ગામો પણ શત પ્રતિશત રસી રક્ષિત ગામો બનવાની નજીક પહોંચી ગયા છે.

અલ્હાદપુરામાં લોક જાગૃતિ અને આરોગ્ય કર્મીઓની સમર્પિત કામગીરીથી તમામ નાગરિકોને રસી મૂકાઇ
અલ્હાદપુરામાં લોક જાગૃતિ અને આરોગ્ય કર્મીઓની સમર્પિત કામગીરીથી તમામ નાગરિકોને રસી મૂકાઇ

યુવા સ્વયંસેવકોએ અલ્હાદપુરામાં 10 દિવસ સુધી જુદા-જુદા કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃત કર્યાં
અત્રે નોંધ લેવી ઘટે કે ઉપર જણાવેલી સંસ્થાના યુવા સ્વયંસેવકોએ અલ્હાદપુરા ગામમાં લગભગ 10 દિવસ સુધી જુદા-જુદા કાર્યક્રમો દ્વારા આદરેલી લોક જાગૃતિની ઝુંબેશનું આ સિદ્ધિમાં ઘણું મોટું યોગદાન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here