માર્કેટ કેપ રિલાયન્સથી 10000 કરોડ જ પાછળ : રિલાયન્સનું માર્કેટકેપ 12.02 લાખ કરોડ, TCSનું 11.92 લાખ કરોડ.

0
4

દેશની દિગ્ગજ કંપનીઓ કે જેમની માર્કેટ કેપ 10 લાખ કરોડથી વધુ છે તેવી રિલાયન્સ અને ટીસીએસ વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. તાજેતરમાં TCSનાં મજબૂત ત્રિમાસિક પરિણામોને કારણે માર્કેટ કેપ વધી 12 લાખ કરોડની સપાટી નજીક 11.92 લાખ કરોડ પહોંચ્યું છે. રિલાયન્સનું 12.02 લાખ કરોડ રહ્યું છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું ત્રિમાસિક પરિણામ ચાલુ સપ્તાહે રજૂ થશે. પોઝિટિવ પરિણામને ધ્યાનમાં લેતા રિલાયન્સ ટોચનું સ્થાન જાળવી રાખશે. રિલાયન્સ-ટીસીએસ વચ્ચે 10000 કરોડનો તફાવત રહેલો છે. આજે TCSનો શેર 1.75% વધી 3175.05 અને રિલાયન્સ 1.86% ઘટી 1897.00 બંધ રહ્યો હતો.