કાશ્મીરમાં વધુ 10 હજાર જવાન મૂકાશે, રાષ્ટ્રવિરોધી તત્વો હિંસા ફેલાવે તેવી આશંકા

0
14

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં અર્ધસૈનિક દળોના 10 હજાર વધુ જવાન તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલની કાશ્મીરની બે દિવસીય મુલાકાત પછી આ નિર્ણય લેવાયો છે. ગૃહ મંત્રાલયના કહેવા પ્રમાણે આ તહેનાતી આતંકવાદ વિરોધી ગ્રીડને મજબૂત કરવા તેમજ કાયદો અને વ્યવસ્થા માટે કરાઈ રહી છે. અર્ધસૈનિક દળોની 100 વધારાની કંપનીઓમાં 50 સીઆરપીએફ, 30 સશસ્ત્ર સીમાદળ અને 10-10 બીએસએફ અને આઈટીબીપીની હશે.

હિંસા ફેલાવવાની આશંકા
જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે આ જવાનો ઉત્તર કાશ્મીરમાં તૈનાત રહેશે. આ દરમિયાન સરકારના ઉચ્ચ હોદ્દે નિયુક્ત સૂત્રોના જણાવ્યાનુસાર, કાશ્મીરમાં વિવાદિત કલમ 35એ હટાવવા ઊલટી ગણતરી શરૂ કરાઈ છે. તે હટાવ્યા પછીની સ્થિતિનો સામનો કરવા આ જવાન મોકલાઈ રહ્યા છે. આ કલમ હટાવવાના વિરોધની આડમાં રાષ્ટ્રવિરોધી તત્ત્વો હિંસા ફેલાવી શકે છે. આ પ્રકારના લોકોની યાદી પણ તૈયાર કરાઈ રહી છે, જે તમામને અટકાયતમાં રખાશે. આ યાદીમાં અલગતાવાદીઓ સાથે કેટલાક સ્થાનિક ભાગલાવાદી નેતાઓ પણ સામેલ છે. એવું કહેવાય છે કે, કલમ 35એ હટાવવાના ઓપરેશનને નામ પણ આપી દેવાયું છે.

3 દિવસથી કાફલા ખીણમાં પહોંચી રહ્યા છે

  • કાશ્મીર ખીણમાં ત્રણ દિવસથી અર્ધસૈનિક દળોની કંપનીઓ પહોંચવા લાગી છે. તેઓ ખાસ વિમાનોથી સતત શ્રીનગર એરપોર્ટ પર ઉતરી રહ્યા છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પરથી પણ જવાનોના કાફલા પહોંચી રહ્યા છે.
  • અમરનાથ યાત્રા અને અન્ય સુરક્ષા કારણસર અર્ધસૈનિક દળોની 450 કંપનીઓના 40 હજાર જવાન પહેલેથી જ ખીણમાં તહેનાત છે. આતંકવાદ વિરોધી ઓપરેશનો માટે તહેનાત રાષ્ટ્રીય રાઈફલ્સના જવાન જુદા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here