વડોદરા : સૌપ્રથમવાર 102 કેસ સામે આવ્યા, પોઝિટિવનો આંક 5047 થયો, 2 મોત સાથે મૃત્યુઆંક 96, ભરૂચમાં 14 કેસ નોંધાયા

0
40

વડોદરા. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 5047 પર પહોંચી ગયો છે. આજે વધુ 2 કોરોના દર્દીના મોત થયા છે. જ્યારે શહેર જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 96 ઉપર પહોંચ્યો છે. વડોદરામાં વધુ 132 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3910 દર્દી રિકવર થયા છે. હાલ પૈકી 155 ઓક્સિજન ઉપર અને 41 વેન્ટીલેટર-બાઈપેપ ઉપર છે અને 877 દર્દીની હાલત સ્થિર છે. આજે ભરૂચમાં 14 નવા કેસ નોંધાતા પોઝિટિવનો આંકડો 1 હજારને પાર 1004 થયો છે.

આઠ જેટલી હોટલોમાં 326 જેટલા બેડ ઉભા કરાયા
કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે દર્દીઓની સારવાર માટે શહેરમાં બેડ વધારવામાં આવી રહ્યા છે. સરકારી હોસ્પિટલોમાં બેડ વધારવાની કવાયત કર્યા પછી શહેરની ખાનગી હોસ્પિટલો દ્વારા પણ બેડો વધારવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલોએ શહેરની વિવિધ હોટલ ભાડે લઈને તેમાં બેડની વ્યવસ્થા કરી છે. વડોદરા મહાનગરપાલિકાએ શહેરની ખાનગી હોસ્પિટલોને હોટલમાં બેડ વધારવા માટે પરવાનગી આપ્યા પછી શહેરની 9 હોસ્પિટલ દ્વારા આઠ જેટલી હોટલમાં 326 જેટલા બેડ ઉભા કરવામાં આવ્યા છે.

ભરૂચમાં વધુ 14 પોઝિટિવ કેસ નોંધાયા
ભરૂચ જિલ્લામાં આજે અત્યાર સુધી કોરોના વાઈરસના વધુ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા હજારને પાર પહોંચીને 1004 થઈ છે. જૈ પૈકી 21 દર્દીના મોત થયા છે. કુલ 752 સાજા થયા છે. જ્યારે અન્ય દર્દીઓ સારવાર હેઠળ છે.

શહેરના આ વિસ્તારોમાંથી કેસ નોંધાયા
માંજલપુર , છાણી , મકરપુરા , વાધોડીયા રોડ , આજવા રોડ , ઓ.પી.રોડ , હરણી – વારસીયા રોડ , ગોરવા , સુભાનપુરા , ગોત્રી , વી.આઇ.પી.રોડ , ફતેગંજ , તાંદલજા , દિવાળીપુરા , અકોટા , પાણીગેટ , નવાપુરા , સોમા તળાવ , અલકાપુરી , સમા , વડસર , તરસાલી , દંતેશ્વર

ગ્રામ્યના આ વિસ્તારમાંથી કેસ સામે આવ્યા
ડભોઇ , કાયાવરોહણ , કરજણ , દેરોલી , પાદરા , સાવલી , શિનોર , અનગઢ , સોખડા , સુંદરપુરા , બાજવા , કોયલી , ઉડેરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here