વડોદરામાં વધુ 104 પોઝિટિવ, આજે 6 દર્દીના મોત, કુલ કેસઃ5256, ભરૂચમાં નવા 16 અને મહીસાગરમાં 11 કેસ

0
0

વડોદરા મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 104 કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 5256 પર પહોંચી ગયો છે અને આજે વધુ 2 મૃત્યુ જાહેર કરતા સત્તાવાર મૃત્યુઆંક 101 થયો છે. વડોદરામાં આજે વધુ 39 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4029 દર્દી રિકવર થયા છે. હાલ 1126 એક્ટિવ કેસ છે, જે પૈકી 144 દર્દી ઓક્સિજન ઉપર અને 57 દર્દી વેન્ટીલેટર ઉપર છે અને 925 દર્દીની હાલત સ્થિર છે.

શહેરના આ વિસ્તારોમાંથી આજે કેસ નોંધાયા
તરસાલી, પ્રતાપનગર, આજવા રોડ, અલકાપુરી, રાજમહેલ રોડ, વારસીયા, માંજલપુર, વાસણા, અકોટા, દંતેશ્વર, વાઘોડિયા રોડ, ગોત્રી, સમા, અટલાદારા, ગોરવા, છાણી, સુભાનપુરા, હરણી, માણેજા, તાંદલજા, મકરપુરા, ઓ.પી.રોડ, દિવાળીપુરા

ગ્રામ્યના આ વિસ્તારમાંથી આજે કેસ સામે આવ્યા
ગ્રામ્યઃ- પાદરા, કણજટ, કરજણ, કોયલી, પોર, સાવલી, ડભોઇ
અન્યઃ- આણંદ

વડોદરામાં વધુ 6 દર્દીના મોત
વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે વધુ 6 દર્દીના મોત થયા છે. તમામ દર્દીઓની અંતિમ વિધિ સરકારની ગાઇડલાઇન પ્રમાણે કરવામાં આવી હતી.

મૃતકોની ઉંમર અને વિસ્તારના નામ
-ગોરવા વિસ્તારની 47 વર્ષીય મહિલાનું મોત
-સુભાનપુરા વિસ્તારના 66 વર્ષીય પુરૂષનું મોત
-છોટાઉદેપુરના 70 વર્ષીય પુરૂષનું મોત
-તરસાલી વિસ્તારના 70 વર્ષીય પુરૂષનું મોત
-દાહોદની 73 વર્ષીય મહિલાનું મોત
-માંજલપુરના 82 વર્ષીય પુરૂષનું મોત

મહીસાગરમાં આજે વધુ 11 કેસ નોંધાયા
મહીસાગર જિલ્લામાં આજે વધુ 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી બાલાસિનોર તાલુકામાં 4 લુણાવાડા તાલુકામાં 4, સંતરામપુર તાલુકામાં 2 અને વિરપુર તાલુકામાં 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ કેસનો આંક 471 ઉપર પહોંચ્યો છે.

ભરૂચમાં આજે વધુ 16 કેસ નોંધાયા
ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1034 ઉપર પહોંચી ગઇ છે. ભરૂચમાં આજે વધુ 14 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here