ભારતમાં કોરોનાવાઈરસ : અત્યાર સુધીમાં 107 મામલાઓ: કેરળમાં 3 અને મહારાષ્ટ્રમાં 5 નવા દર્દીઓ મળ્યા;

0
12

Bringing in 234 Indians from Iran, army builds new quarantine center for 1000 people in Rajasthan

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ ફેલાયા બાદ ઈરાનમાં ફસાયેલા 234 લોકો રવિવારે સવારે મહાન એરલાઈન્સના વિમાનથી મુંબઈ પહોંચ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે ઈરાનમાં ફસાયેલા ભારતીયોને ત્રીજી વખત વિશેષ વિમાનથી ભારત લાવવામાં આવ્યા છે. આ દરમિયાન ભારતીય સેનાએ વિદેશમાંથી પરત આવનારા લોકોની તપાસ માટે રાજસ્થાનના જેસલમેરમાં 1000 લોકોને રાખવા સક્ષમ ક્વોરેન્ટાઈન સેન્ટર બનાવ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં 99 સંક્રમિતોની પુષ્ટિ થઈ છે. મહારાષ્ટ્રમાં શનિવાર સુધી સૌથી વધુ 26 સંક્રમિત મળ્યા. ઈરાનથી લાવવામાં આવેલા 234 ભારતીયોને મુંબઈથી જેસલમેર લાવવામાં આવ્યા છે. તેમને અહીં બનાવવામાં આવેલા નવા ક્વોરેન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવશે.

અપડેટ્સ

  • કર્ણાટકના મૈસૂર પેલેસને 15 માર્ચથી 22 માર્ચ સુધી પર્યટકો માટે બંધ કરવામાં આવ્યું છે. કર્ણાટકમાં એક સંક્રમિતનું મોત થયા બાદ સરકારે આવી તમામ જગ્યાઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે જ્યાં લોકો વધુ સંખ્યામાં હોય છે.
  • આંધ્રપ્રદેશમાં આવેલા તિરુપતિ બાલાજી મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે દર્શન પહેલા લાઈનમાં ઉભા રહેવા અલગ-અલગ કમ્પાર્ટમેન્ટના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તિરુપતિ તિરુમલા દેવસ્થાનમ ટ્રસ્ટે કહ્યું છે કે હાલ શ્રદ્ધાંળુઓને દર્શન માટે ટાઈમ સ્લોટ મુજબ ટોકન આપવામાં આવશે.
  • તેલંગાનામાં રાજ્ય સરકારે 15 માર્ચથી 31 માર્ચ સુધી રાજ્યના કોચિંગ સેન્ટર, તમામ શૈક્ષણિક સંસ્થાન, સિનેમા હોલ, પબ, મેમ્બરશીપ ક્લબ અને બાર બંધ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યમાં સાર્વજનિક બેઠક, સેમિનાર, વાર્કશોપ, રેલી, પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
  • ઈરાનથી લાવવામાં આવેલા 234 ભારતીયોને મુંબઈથી જેસલમેર લાવવામાં આવ્યા છે. તેમને અહીં બનાવવામાં આવેલા નવા ક્વોરેન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવશે.

ઈટલીથી રવાના થયેલું વિમાન બપોર સુધીમાં ભારત પહોંચશે

એર ઈન્ડિયાનું એક વિમાન ઈટલીના મિલાનથી 211 ભારતીય સ્ટુડન્ટ્સ અને 7 વિદેશી નાગરિકોને લઈને દિલ્હી માટે રવાના થઈ ચૂક્યું છે. તે રવિવારે બપોરે પહોંચશે.

વડાપ્રધાન મોદી સાર્ક દેશોના રાષ્ટ્રાઅધ્યક્ષો સાથે વાત કરશે

કોરોના સંકટ પર ચર્ચા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજ 5 કલાકે સાર્ક દેશોના નેતાઓની સાથે વીડિયો કોન્ફોરન્સ કરશે. તેમાં પાકિસ્તાન, નેપાળ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, માલદીવ, બાંગ્લાદેશ અને ભૂતાનના નેતાઓ સામેલ હશે. મોદીએ જ સાર્ક દેશો સાથે ચર્ચાની પહેલ કરી હતી.

દેશમાં સૌથી વધુ સંક્રમિત મહારાષ્ટ્રમાં

દેશના 13 રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રમાં શનિવાર સુધીમાં સૌથી વધુ 26 સંક્રમિત મળ્યા છે. એ પછીથી મહારાષ્ટ્ર સરકારે સંક્રમણ રોકવા માટે 31 માર્ચ સુધી રાજ્યોના તમામ શોપિંગ મોલને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. રવિવારથી રાજ્યમાં તમામ શોપિંગ મોલ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સિનેમા હોલ અને સ્કુલ પહેલા જ બંધ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here