રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦૭૩ કેસ નોંધાયા

0
0

રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના ૨૪૩૭૪ ટેસ્ટ કરવામાં આવતા ૧૦૭૩ પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોના સંક્રમિતનો કુલ આંકડો ૬૬ હજારને પાર થઈ ૬૬૭૭૭ થયો છે. રાજ્યમાં આજે ૨૩ મોત કોરોનાને લીધે નોંધાતા કુલ મૃત્યુઆંક ૨૫૫૭ થયો છે. રાજ્યમાં આજે ૧૦૪૬ દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. આ સાથે કુલ ડિસ્ચાર્જ થવાનો આંકડો ૪૯ હજારને વટાવી ૪૯૪૦૫ થયો છે. રાજ્યમાં કુલ ૧૪૮૧૫ એક્ટિવ કેસ છે. જેમાં ૭૬ વેન્ટીલેટર પર અને ૧૪૭૩૯ સ્ટેબલ છે. રાજ્યમાં આજે બીજા દિવસે કોરોના પોઝિટિવનો આંકડો હજારને પાર હતો. રાજ્યના ૮ કોર્પોરેશન અને ૩૨ જિલ્લામાં કોરોનાનો ફેલાવો થયેલ છે.

આરોગ્ય વિભાગની યાદી મુજબ કોવિડ-૧૯ના લીધે ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૩ મોત નોંધાયા છે. જેમાં સુરત શહેરમાં ૬, અમદાવાદ શહેરમાં ૫, રાજકોટ શહેરમાં ૨ અને જિલ્લામાં ૩, જુનાગઢ શહેરમાં ૨, વડોદરા શહેરમાં ૨, ગાંધીનગર, જામનગર અને પાટણમાં ૧-૧ મોત કોરોનાને લીધે નોંધાયા છે. અમદાવાદ મહાનગરમાં ૧૪૩ અને જિલ્લામાં ૧૮ સાથે કુલ ૧૬૧ કેસ કોરોનાના આજે નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કુલ સંક્રમિતનો આંકડો ૨૭૨૮૩ થયો છે. આજે વધુ ૫ મોત કોરોનાને લીધે નોંધાતા કુલ મૃત્યુઆંક ૧૬૧૭ થયો છે.

સુરત મહાનગરમાં આજે ૧૮૭ અને જિલ્લામાં ૫૦ સાથે કોરોનાના ૨૨૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કુલ સંક્રમિતનો આંકડો ૧૪૨૯૮ થયો છે. આજે વધુ ૬ મોત સાથે કુલ મૃત્યુઆંક ૪૬૩ થયો છે. વડોદરા મહાનગરમાં ૯૮ અને જિલ્લામાં ૧૭ સાથે આજે કોરોના પોઝિટિવના ૧૧૫ કેસ નોંધાયા છે.

વડોદરામાં બે દિવસથી સતત કોરોનાના કેસ ૧૦૦ને પાર થયો છે. શહેરમાં કુલ કોરોના સંક્રમિતનો આંકડો ૫૧૬૧ થયો છે. આજે વધુ ૨ મોત થતા ૮૮ મોત કોરોનાને લીધે નોંધાયા છે. રાજકોટ મહાનગરમાં આજે ૬૦ અને જિલ્લામાં ૨૦ સાથે ૮૦ કોરોનાના દર્દી નોંધાયા છે.

આ સાથે રાજકોટમાં કુલ સંક્રમિતનો આંકડો ૨૨૩૮ થયો છે. આજે ૫ મોત કોરોનાને લીધે નોંધાતા મૃત્યુઆંક ૩૮ થયો છે. ગાંધીનગર મહાનગરમાં ૧૧ અને જિલ્લામાં ૧૬ સાથે ૨૭ કોરોનાના કેસ નોંધાયા હતા. આજે ૧ વધુ કેસ થતા મૃત્યુઆંક ૪૪ પહોંચ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here