1098 કેરેટનો હીરો : આફ્રિકામાં દુનિયાનો ત્રીજો સૌથી મોટો હીરો મળી આવ્યો

0
0

આફ્રિકન દેશ બોત્સવાનામાં દુનિયાનો ત્રીજો સૌથી મોટો હીરો મળી આવ્યો છે. આ હીરો 1098 કેરેટનો છે. દેબસ્વાના ડાયમંડ કંપનીએ આ ડાયમંડ દેશના રાષ્ટ્રપતિ મોગ્વેત્સી મેસીને ગિફ્ટ કર્યો. છેલ્લા 50 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કંપનીને આટલો મોટો ડાયમંડ મળ્યો છે. દુનિયાના 2 સૌથી મોટા ડાયમંડ્સ પણ આફ્રિકામાંથી જ મળ્યા હતા.

દુનિયાનો સૌથી મોટો ડાયમંડ 3106 કેરેટનો

વર્ષ 1905માં આફ્રિકામાં દુનિયાનો સૌથી મોટો હીરો મળ્યો હતો. તે 3106 કેરેટનો હતો. તેનું નામ ‘ક્યુલિયન સ્ટોન’ રાખવામાં આવ્યું હતું. તો 1109 કેરેટનો બીજો સૌથી મોટો હીરો વર્ષ 2015માં બોત્સવાનામાં જ મળ્યો હતો. તેનું નામ ‘લેસેડી લા રોના’ રાખવામાં આવ્યું હતું.

હીરાનું નામકરણ બાકી

દેબસ્વાના ડાયમંડ કંપનીના MD લિનેટ આર્મસ્ટ્રોંગનું કહેવું છે કે, પ્રારંભિક તપાસમાં એ માલુમ પડ્યું છે કે આ દુનિયાનો ત્રીજો સૌથી મોટો હીરો છે. ખનીજ મંત્રી લેફોકો મોએગીનું કહેવું છે કે અત્યાર સુધી તેનું નામ રાખવામાં આવ્યું નથી. ટૂંક સમયમાં તેનું નામ જાહેર કરવામાં આવશે.

હીરાની લંબાઈ 72mm અને પહોળાઈ 52mm

લેફોકોના જણાવ્યા પ્રમાણે, હીરો 72mm લાંબો અને 52mm પહોળો છે. તેની જાડાઈ 27mm છે. કોરોનાકાળમાં અત્યાર સુધી હીરાના કારોબારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો. તેવામાં આ હીરો મળવાથી આશાનું કિરણ જાગ્યું છે.

હેબસ્વાના ડાયમંડ કંપનીએ હીરાથી થતી કમાણીના 80% સરકારને આપવાના હોય છે. 2020માં કંપનીનું ઉત્પાદન 29% ઘટ્યું હતું. તેના વેચાણમાં 30%નો ઘટાડો આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here