કૃષિ કાયદાના વિરોધનો 10મો દિવસ : પહેલી વખત મોદી મંત્રીઓ સાથે મીટિંગ કરી રહ્યા છે : ખેડૂતોએ કહ્યું- આજે આરપારની લડાઈ થશે

0
0

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન શનિવારે 10મા દિવસે પણ ચાલુ છે. આજે બપોરે 2 વાગ્યાથી સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 5મી વખત વાતચીત થશે. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે મહત્ત્વની બેઠક યોજાઈ રહી છે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલવેમંત્રી પીયૂષ ગોયલ હાજર છે. ખેડૂતો સાથે ગત વખતની મીટિંગ્સ પહેલાં પણ મોદીના મંત્રી ચર્ચા કરતા રહ્યા છે, પણ પહેલી વખત વડાપ્રધાનની હાજરીમાં સ્ટ્રેટેજી બની રહી છે. આ બેઠકમાં સામેલ થતાં પહેલાં કૃષિમંત્રી નરેન્દ્ર સિંહે કહ્યું હતું કે અમને પૂરેપૂરી આશા છે કે ખેડૂત સકારાત્મક વિચાર રાખીને આંદોલનને સમાપ્ત કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here