અમદાવાદ : લોકડાઉન દરમિયાન આર્થિક સંકડામણને કારણે 110 લોકોએ કરી આત્મહત્યા : રીપોર્ટ

0
6

રાજ્યમાં કોરોના સંક્રમણની સૌથી વધુ અસર અમદાવાદને થઇ છે અને હવે સુરતમાં પણ આંકડા વધી રહ્યાં છે. આ કોરોનાના કપરા કાળમાં અનેક લોકો  જે રોજનું રોજ કમાઇને ખાતા  હોય તેવા લોકોની હાલત અત્યંત કફોડી બની છે. શહેરમાં ઘણાં લોકોએ તથા રાજ્ય સરકારે અનાજનું વિતરણ કરીને લોકોને મદદ પણ કરી છે. પરંતુ તેમણે તેમના ઘર કઇ રીતે ચલાવવા તે મહત્વનો સવાલ બની ગયો  હતો. મીડિયા રીપોર્ટ અનુસાર અનલોક થયા બાદ આત્મહત્યાના બનાવોનું પ્રમાણ વધ્યું છે.

છેલ્લા 43 દિવસમાં શહેરમાંથી 110 લોકોએ આપઘાત કર્યો છે. શહેરનાં પૂર્વ વિસ્તારમાં 52 લોકોએ અને પશ્ચિમ વિસ્તારમાં 26 લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં જોવા મળ્યું છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા શહેર મોટાભાગના વિસ્તારોને માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોન હેઠળ મૂકવામાં આવ્યા છે. આ સ્થિતીમાં સામાન્ય લોકો સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વેપાર-ધંધા બંધ થઈ જવાથી તેઓના રોજગારમાં પણ મોટી અસર પડી છે.

તેમજ પરિવાર મોટો હોવાથી ખર્ચ પણ વધારે થાય છે. જોકે હાલમાં સરકારે મોટાભાગના વેપાર-ધંધા શરૂ કરાવી દીધા છે. પરંતુ રોજગાર મામલે હજુ પણ સામાન્ય માણસ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. જેના કારણે અંતે આપઘાત જેવું પગલું ભરી રહ્યા છે. 43 દિવસમાં શહેરમાં કુલ 110માંથી 82 પુરુષો એવા છે જેમણે આર્થિકમંદી તેમજ પારિવારીક મુશ્કેલીને કારણે આપઘાત કરી લીધો છે. 1 જૂનથી 13 જુલાઈ સુધીમાં કુલ 110 લોકોએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુંકાવ્યું છે. જેમા સૌથી વધારે 82 પુરુષો તેમજ 28 મહિલાઓ સામેલ છે. ઘરમાં જ કેદ થઈ જવાના કારણે ઘરેલૂ કંકાશમાં પણ વધારો જોવા મળ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here