Monday, October 25, 2021
Homeરાજકોટ : વિદેશથી પરત ફરેલા 110 લોકો ઘરની બહાર નહીં જઈ શકે,...
Array

રાજકોટ : વિદેશથી પરત ફરેલા 110 લોકો ઘરની બહાર નહીં જઈ શકે, સંપર્કમાં આવેલા 700નું આજથી સ્ક્રીનિંગ

રાજકોટઃ કોરોનાને કારણે ગુજરાતમાં એપેડેમિક ડિસીઝ રેગ્યુલેશન એક્ટ લાગુ થયો છે જેના 10માં મુદ્દા અંતર્ગત હવે વિદેશથી આવતા યાત્રિકો આઈસોલેશન કે ક્વોરન્ટીન થવાની ના પાડે તો તંત્ર પાસે એ સત્તા રહેશે કે તે આવા યાત્રિકોની મરજી વિરુદ્ધ તેમને આઈસોલેશનમાં રાખે. આવા યાત્રિકોને ઘરની બહાર ન નીકળવાની પણ સ્પષ્ટ સૂચના અપાઈ છે. રાજકોટ શહેરમાં વિદેશથી આવેલા 76, જ્યારે ગ્રામ્યમાં 34 યાત્રિકો છે જે 14 દિવસ સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રહેશે. આ તમામને ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવાઈ છે અને જો તેઓ આઈસોલેશનમાં રહેવાની ના પાડે તો તંત્ર તેમને અલગથી આઈસોલેશનમાં રાખી શકશે. કોરાના શંકાસ્પદોની સંખ્યા વધતા આ લોકોના ક્લોઝ કોન્ટેક્ટ જેમ કે પરિવારજનો સહિતના 700 લોકોનું મંગળવારથી સ્ક્રીનિંગ શરૂ થશે. જૈન વિઝનના જણાવ્યા અનુસાર કોરોનાને લઈને ભીડ ન કરવા માટે સરકારે પ્રયાસો આદર્યા છે જેને માન આપીને આગામી સમયમાં મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ રદ કરાયો છે. ખોડલધામ ટ્રસ્ટે 31 માર્ચ સુધી કોઇ ધાર્મિક કાર્યક્રમો ન કરવા તેમજ ભાવિકોને મોટી સંખ્યામાં ન આવવા વિનંતી કરી છે. કલેક્ટરે સિનેમા અને મલ્ટિપ્લેક્સ બંધ રાખવા આદેશ કર્યો છે.

કોરોના સામે તકેદારીના વિવિધ પગલાં

મનપાની 22મીની ભરતી પરીક્ષા મોકૂફ

મહાનગરપાલિકામાં જુદા જુદા વિભાગોમાં 169 જગ્યા ખાલી છે. આ જગ્યા માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર કર્યો છે જે 22 માર્ચથી શરૂ થનાર હતી. પરંતુ, હવે 22મીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને 29મી માર્ચે યોજાનાર પરીક્ષા અંગે આગામી દિવસમાં નિર્ણય લેવામાં આવશે.

વાઈવા જાહેર થયાના દિવસે જ મોકૂફ રખાઈ

લો કોલેજમાં તા.18થી વાઈવાનું આયોજન હતું. તે અંગેનો પરિપત્ર સોમવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર મુકાયો હતો. પરંતુ સરકારની સૂચના આવતા પીવીસી ડો. વિજય દેસાણીએ પરિપત્ર હટાવીને વાઈવા મોકૂફ રાખી છે.

વોરંટ ન કાઢવા રાજકોટ બાર એસો.ની વિનંતી

કોરોનાને પગલે રાજકોટ બાર એસોસિએશને સર્ક્યુલર ઠરાવ કરી તા.16થી તા.31 સુધી પક્ષકારો તથા વકીલોની ગેરહાજરી દરગુજર કરી આગળની કાનૂની કાર્યવાહી ન કરવા તેમજ વોરંટ નહીં કાઢવા વિનંતી કરી છે. સાથે પક્ષકારો અને વકીલોની ગેરહાજરીમાં કોઇપણ કેસોનો નિકાલ ન કરવા ડિસ્ટ્રિક્ટ જજને વિનંતી કરાઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments