111,278 પાકિસ્તાનીઓને કહ્યું કે 48 કલાકમાં જ શહેર ખાલી કરો, નહીં જાવ તો ધક્કા મારી મારીને કાઢશું

0
43

પુલવામા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને બીકાનેર જિલ્લાના કલેકટર કુમારપાલ ગૌતમએ બીકાનેર જીલ્લામાં રહેતા તમામ પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર જિલ્લો છોડી જવા કહ્યું છે. જીલ્લા મેજિસ્ટ્રેટે સમગ્ર જીલ્લામાં કલમ 144 લાગુ કરી દીધી છે, જેના આધારે જો કોઈ પાકિસ્તાની નાગરિક જિલ્લાની સિમા મર્યાદામાં હાજર હોય તો તેને પોતે જ જિલ્લામાંથી બહાર જવું પડશે. આ પછી તેમની વિરુદ્ધ કડક પગલાં લઈને ધક્કા મારીને જિલ્લામાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે બીકાનેરમાં પાકિસ્તાની માણસોનો આકડો 111,278 છે.

 

રવિવારની મધ્યરાત્રિએ દક્ષિણ કાશ્મીરના પુલવામાં જિલ્લાના પિંગલિન વિસ્તારમાં એક એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ દરમિયાન એક મેજર સહિતના 4 જવાનો શહીદ થયા હતા, અને એક જવાન ઘાયલ થયો હતો. અહેવાલો અનુસાર આ ઘેરામાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે અને સેનાએ તેમની બિલ્ડીંગને જ ઉડાવી દીધી છે. આખા વિસ્તારને ઘેરી લઈને કામને અંજામ આપવામા આવ્યો છે.

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા પાંચ દિવસમાં 45 જવાન શહીદ થયા છે. ત્યારે આજે પણ જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળ વચ્ચે અથડામણમાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ જૈશના કમાન્ડર કામરાન અને રશીદને ઠાર કર્યા છે. સેનાએ એક ઈમારતમાં વિસ્ફોટ કરી બન્ને માસ્ટર માઈન્ડને ઠાર કર્યા છે. આ આદિલ ડારના સહયોગી હતા.

જ્યારે અથડામણમાં મેજર સહિત ચાર જવાન શહીદ થયા છે. જેઓ 55મી રાષ્ટ્રીય રાઇફલના જવાન હતા. અથડામણમાં શહીદ થયેલા જવાનમાં મેજર ડીએસ ડોડિયાલ, હેડ કોન્સ્ટેબલ સેવા રામ, સિપાહી અજય કુમાર અને હરિ સિંહનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here