કોરોના ઈન્ડિયા : 1,12,028 કેસ, મૃત્યુઆંક-3,434: હવે દર 2 દિવસે 10 હજારથી વધુ સંક્રમિત વધી રહ્યા છે, રોજ દોઢ હજારથી વધુ સાજા થઈ રહ્યા છે

0
4

નવી દિલ્હી. દેશભરમાં સંક્રમિતોની સંખ્યા 1,12,028એ પહોંચી થઈ ગઈ છે. અને સાથે 3,434 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યા છે. તો બીજી તરફ 45,422 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. દેશમાં સૌથી વધારે 39,297 કેસ મહારાષ્ટ્રમાં છે. અહીંયા 10,318 લોકો સારવાર બાદ સાજા પણ થયા છે અને 1,390 લોકોના મોત થયા છે.તો બીજા નંબરે રહેલા તમિલનાડુમાં સંક્રમિતોનો આંકડો 13 હજારની પાર પહોંચ્યો છે. 3 દિવસ પહેલા જ આ સંખ્યા એક લાખને પાર પહોંચી હતી. આ સપ્તાહ દર્દીઓની ગતુ પહેલા કરતા વધી ગઈ છે. એ દર 2 દિવસમાં 8 હજારથી વધીને 10 હજારે પહોંચી ગઈ છે.

 અપડેટ્સ 

  • ભોપાલમાં લોકડાઉન વચ્ચે ભદભદા વિશ્રામ ઘાટ પર જે મૃતકોનો અંતિમ સંસ્કાર કરાયા, તેમની અસ્થિઓ હજુ સુધી સ્મશાન ઘાટના લોકરમાં જ રાખવામાં આવી છે. શ્મશાન ઘાટના સંચાલક એલ સિંહનું કહેવું છે કે લોકડાઉન દરમિયાન અહીંયા લગભગ 200 લોકોના અંતિમ સંસ્કાર કરાયા છે.
  • રેલવેએ 1 મેથી અત્યાર સુધી 1813 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવી છે. આનાથી 22 લાખ શ્રમિત પોતાના ઘરે પહોંચ્યા છે. સૌથી વધારે 912 ટ્રેન ઉત્તરપ્રદેશન માટે દોડાવાઈ હતી, જ્યારે બિહારમાં 398 ટ્રેનની સફર ખતમ થઈ છે.
  • વિશાખાપટ્ટનમ આંતરરાષ્ટ્રી એરપોર્ટ પર બુધવારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને લઈને બે વિમાન પહોંચ્યા હતા. આ પહેલા મંગળવારે પણ મનીલા(પેલેસ્ટાઈન)થી 166 યાત્રિઓ અને અબુધાબીથી 148 યાત્રિઓને લઈને વિમાન પહોંચ્યું હતું.
  • નક્સલી હુમલામાં ઘાયલ થયેલા CRPFના 7 કોબરા કમાન્ડોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ એ જ 17 CRPF જવાનોમાંથી છે, જે છેલ્લા 24 કલાકમાં સંક્રમિત મળી આવ્યા હતા. આ તમામ ઉત્તર દિલ્હીના એક કેમ્પમાં રહે છે.
રાજ્ય કેટલા સંક્રિમત કેટલા સાજા થયા કેટલા મોત
મહારાષ્ટ્ર 39297 10,318 1390
તમિલનાડુ 13191 5882 88
ગુજરાત 12539 5219 749
દિલ્હી 11088 5192 176
રાજસ્થાન 6015 3404 147
મધ્યપ્રદેશ 5735 2734 267
ઉત્તરપ્રદેશ 5175 2918 123
પશ્વિમ બંગાળ 3103 1136 253
આંધ્રપ્રદેશ 2560 1664 53
પંજાબ 2005 1794 38
તેલંગાણા 1661 1013 38
બિહાર 1607 571 09
જમ્મુ-કાશ્મીર 1390 678 17
કર્ણાટક 1462 556 40
હરિયાણા 993 648 14
ઓરિસ્સા 1052 343 06
કેરળ 667 502 04
ઝારખંડ 290 127 03
ચંદીગઢ 202 136 03
ત્રિપુરા 173 116 00
આસામ 189 48 04
ઉત્તરાખંડ 122 52 01
છત્તીસગઢ 110 59 00
હિમાચલ પ્રદેશ 110 47 03
લદ્દાખ 44 43 00
ગોવા 50 7 00
આંદામાન-નિકોબાર 33 33 00
પુડ્ડુચેરી 23 10 00
મેઘાલય 14 12 01
મણિપુર 25 02 00
મિઝોરમ 01 01 00
અરુણાચલ પ્રદેશ 01 01 00
દાદરા નગર હવેલી 01 01 00
અન્ય 1096 00 00

 

 પાંચ રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થિતિ 

મધ્યપ્રદેશ, સંક્રમિતઃ5735- રાજ્યમાં બુધવારે 270 દર્દી વધ્યા,જ્યારે કોરોના વાઈરસથી મૃતકોનો આંકડો 267 થઈ ગયો હતો. મધ્યપ્રદેશમાં 52માંથી 48 જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ પહોચી ગયું છે. રાજ્યમાં હવે જે દર્દી સામે આવી રહ્યા છે તે હિજરત કરીને અન્ય રાજ્યોમાંથી જિલ્લામાં પહોંચ્યા છે.

મહારાષ્ટ્ર, સંક્રમતિઃ39297- મહારાષ્ટ્રમાં બુધવારે 2250 નવા દર્દી મળ્યા, જ્યારે 65 લોકોના મોત થયા હતા. અત્યાર સુધી રાજ્યમાં કોરોનાથી 1390 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 27 હજાર 581 થઈ ગઈ છે.

ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ5175- રાજ્યમાં બુધવારે કોરોનાથી 249 દર્દીઓ સામે આવ્યા હતા. જેમાંથી બારાબંકીમાં 50, પ્રયાગરાજમાં 12, રામપુરમાં 10, પ્રતાપગઢમાં 11, રામપુરમાં 10 કેસ સામે આવ્યા હતા. મંગળવાર બપોરથી બુધવાર સવાર સુધી 24 કલાકમાં 323 કોરોના સંક્રમિત મળ્યા હતા.

રાજસ્થાન, સંક્રમિતઃ 6015- રાજ્યમાં બુધવારે 170 કેસ સામે આવ્યા હતા. જેમાં જયપુરમાં 25, ડુંગરપુરમાં 22, સીકરમાં 12, જાલોરમાં 11, જોધપુરમાં 18, નાગોરમાં 17, રાજસમંદમાં 08, ઝુંઝનૂમાં 09, પાલીમાં 08, અજમેરમાં 07, કોટામાં 06, સિરોહીમાં 05, ચુરુ, બાંસવાડા અને ઉદેયપુરમાં 3-3, જ્યારે ઝાલાવાડ, ગંગાનગર અને બારાંમાં 1-1 દર્દી મળ્યા છે.

દિલ્હી , સંક્રમિતઃ11088- દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 534 નવા કેસ સામે આવ્યા હતા. અહીંયા કુલ સંક્રમિતોમાંથી 5720ની સારવાર ચાલી રહી છે, જ્યારે 5192 દર્દી સાજા થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here