1143 ફિલ્મોમાં કામ કરનારા કોમેડિયન બ્રહ્માનંદને ઈમરજન્સીમાં હોસ્પિટલ દાખલ કરાયા

0
53

સાઉથ ઈન્ડિયન ફિલ્મોના મશહૂર કોમેડિયન બ્રહ્માનન્દમને તેમના હેલ્થની તકલીફને કારણે હોસ્પિલમાં ખસેડવામાં આવ્યા છે. 62 વર્ષના બ્રહ્માને 13 જાન્યુઆરીના રોજ એએચઆઈ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે તેમને હ્રદયની બીમારી છે. જેને ઠીક કરવા માટે 15 જાન્યુઆરીના રોજ બાયપાસ સર્જરી કરવામાં આવી હતી.

બ્રહ્માનન્દમની આ સર્જરી એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ મુંબઈમાં થઈ જેને મશહૂર હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ.રમાકાંત પાડેએ કરી હતી. રવિવારે બ્રહ્માનન્દમે શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની પરિવારજનોને માહિતી આપી હતી. જે પછી તેમને ફટાફટ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. ડૉક્ટરોએ જણાવ્યું કે બ્રહ્મા જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમની હાલત ખરાબ હતી. તેમની તબિયત ક્રિટિકલ હતી જ્યારે તેમને અહીં લાવવામાં આવ્યા. હાલત બગડતા જ તેમને બાયપાસ સર્જરી કરવાની સલાહ આપવામાં આવી. ઘણા મેડિકલ ટેસ્ટ કર્યા બાદ મંગળવારે તેમની બાયપાસ સર્જરી કરવામાં આવી. હાલ તો ડૉક્ટરોએ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખેલા છે. જ્યાં તેમની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે. તેમના બંન્ને દિકરા સિદ્ધાર્થ અને ગૌતમ પણ હાલ હોસ્પિટલમાં ખડેપગે તેમની દેખરેખ રાખી રહ્યા છે.

પોતાની કોમિક ટાઈમિંગ, એક્સપ્રેશન અને ડિફરન્ટ કિરદાર પ્લે કરવાના કારણે બ્રહ્માનન્દમ સાઉથ અને હવે બોલિવુડમાં પણ ઘણા જ લોકપ્રિય છે. 1986માં અહાના પેલાંતા નામની તેલુગુ ફિલ્મથી તેમણે પોતાનું ડેબ્યુ કર્યું હતું. અત્યાર સુધી તે અલગ અલગ ભાષાઓની 1143 ભાષાઓની ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. જે કોઈ પણ કલાકાર દ્વારા સ્ક્રિન પર કેરેક્ટર પ્લે કરવાનો વર્લ્ડ રેકોર્ડ છે. જેના માટે બ્રહ્માનું નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ કરવામાં આવ્યું છે. કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ તેમને ભારત સરકાર દ્વારા અપાતો સર્વશ્રેષ્ઠ અને ચોથો સિવિલિયન એર્વોડ પદ્મશ્રી પણ એનાયત કરવામાં આવ્યો હતો.

છેલ્લી વખત બ્રહ્મા 9 જાન્યુઆરી 2019માં રિલીઝ થયેલી એક્ટર અને પોલિટિશિયન એન.ટી.રામ રાવની બાયોપિક એનટીઆર કથાનાયકૂડુમાં નજર આવ્યા હતા. ફિલ્મમાં બ્રહ્માએ તેલુગુના ખ્યાતનામ કોમેડિયન રેલાંગીનો રોલ પ્લે કર્યો હતો. હાલના દિવસોમાં તેઓ ગ્રેટ ઈન્ડિયા લાફ્ટર ચેલેન્જના રિઝનલ વર્ઝન તેલુગુ લાફ્ટર ચેલેન્જમાં જજની ભૂમિકા ભજવી રહ્યા છે. આવનારા દિવસોમાં તે 26/11 મુંબઈ હુમલાઓ પર બનેલી ફિલ્મ 1818માં જોવા મળશે. સાથે જ પ્રભાસની આવનારી ફિલ્મ સાહોમાં પણ તેઓ નજર આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here