કોરોના અપડેટ વર્લ્ડ : અમેરિકામાં 24 કલાકમાં 1150ના મોત, ન્યૂયોર્કમાં શટડાઉન 15 સુધી લંબાવાયું; ચીનમાં પહેલીવાર એકપણ મોત નહીં

0
6
  • વિશ્વભરમાં  3.47 લાખ કેસ અને 74 હજાર 702 લોકોએ જીવ ગુમાવ્યા
  • ફ્રાન્સમાં મોતનો આંકડો એક દિવસમાં 10 ટકા વધ્યો
  • ઈટાલી અને સ્પેન પછી અમેરિકામાં મોતનો આંકડો 10 હજારથી વધારે
  • આઈસીયુમાં સારવાર લઈ રહેલા બ્રિટનના PM બોરિસ જોનસન  ઝડપથી સાજા થાય તેવી વિશ્વના નેતાએ શુભકામના પાઠવી 

નૂયોર્ક. વિશ્વભરમાં કોરોનાના કુલ કેસ  13.47 લાખ થઈ ગયા છે. અત્યાર સુધીમાં 74 હજાર 702 લોકોએ જીવ ગુમાવ્યા છે. 2.79 લાખ લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમેરિકામાં ચિંતાજનક રીતે પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં અહીં ત્રણ લાખ 67 હજાર 385 કેસ નોંધાય છે અને 10 હજાર 876 લોકોએ જીવ ગુમાવ્યો છે. અમેરિકામાં 24 કલાકમાં 1150 લોકોના જીવ ગયા છે, ન્યૂયોર્કમાં શટડાઉન 15 સુધી લંબાવાયું છે. ચીનમાં પહેલીવાર એકપણ મોત થયું નથી.

જ્યારે સ્પેનની વાત કરીએ તો અહીં 1 લાખ 36 હજાર 675 કેસ છે અને 13 હજાર 341 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે ઈટાલીમાં 1.33 લાખ કેસ છે અને 16 હજાર 523 લોકોએ જીવ ગુમાવ્યો છે. જર્મનીમાં એક લાખ 3 હજાર 375 કેસ અને મૃત્યુઆંક 1800 છે. જ્યારે ફ્રાન્સમાં પણ એક લાખ પોઝિટિવ કેસ થવા આવ્યા છે અને મૃત્યુઆંક 8911 થયો છે.

ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કહ્યું કે હું મારા સારા મિત્ર અને અમેરિકાના મિત્ર બોરિસ જોનસનને શુભકામના પાઠવું છું. તેઓને આઈસીયુમાં દાખલ કરાયા છે તે વાત સાંભળીને દુ:ખી છું. તેઓએ કર્યું કે બધા અમેરિકનો જોનસન ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરે છે. તેઓ ખુબ મજબૂત, દ્રઢ નિશ્ચિયી અને સરળતાથી હાર ન માનનાર વ્યક્તિ છે.

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મક્રોન અને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોએ જોનસન ઝડપથી સાજા થઈ જાય તે માટે શુભકામના પાઠવી છે.

અમેરિકામાં મોતનો આંકડો 10 હજારને પાર

ઈટાલી અને સ્પેન પછી અમેરિકામાં મોતનો આંકડો 10 હજારને પાર થઈ ગયો છે. સૌથી વધારે પ્રભાવિત ન્યૂયોર્કમાં માત્ર પાંચ હજાર લોકોના મોત થયા છે. તેમાંથી અડધા તો ન્યૂયોર્ક સિટીમાં લોકો મર્યા છે.અમેરિકાએ એશિયાના દેશોમાં ફસાયેલા તેના 29 હજાર નાગરિકોને ખાસ વિમાન દ્વારા પરત બોલાવી લીધા છે. માત્ર ભારતમાં 1300 અમેરિકન હતા.

ટ્રમ્પે કોરોનાને રોકવા માટે દવા કંપની  અને બાયોયેક કંપનીના પ્રમુખો સાથે વાત કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ભારતને ચેતવણી આપી છે કે જો મેલેરિયાની દવા મોકલવામાં નહીં આવે તો અમે જવાબી કાર્યવાહી કરીશું.

બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિકે પ્રધાનમંત્રીના કામકાજને સંભાવ્યું

બ્રિટનના PM બોરિસ જોનસનની તબીયત બગવડતા તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે.  તેમની ગેરહાજરીમાં તેમનો કાર્યભાર વિદેશ મંત્રી ડોમિનિક રોબ સંભાળી રહ્યા છે. એક ઈન્ટર્વ્યુમાં ડોમિનિકે કહ્યું કે કોરોના સામે સરકારની લડાઈ ચાલું રહેશે. બોરિસ જોનસન ઝડપથી સાજા થાય તેવી વિશ્વના નેતાએ શુભકામના પાઠવી છે. બ્રિટનમાં સોમવારે 3802 નવા કેસ અને 439 મોત નોંધાયા છે. બ્રિટનમાં 51 હજાર 608 કેસ નોંધાયા છે અને 5373 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ફ્રાન્સમાં સોમવારે 833 લોકોના મોત

ફ્રાન્સમાં સોમવારે 833 લોકોના મોત થયા છે. મહામારી શરૂ થયા બાદ અત્યાર સુધીમાં એક દિવસમાં આ મૃત્યુ સૌથી વધારે છે. ફ્રાન્સમાં 17 માર્ચથી સમગ્ર રીતે લોકડાઉન છે. ફ્રાન્સમાં કુલ કેસ 98 હજાર 10 છે જ્યારે 8911 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ઈટાલીમાં  24 કલાકમાં 636 લોકોના જીવ ગયા

ઈટાલીમાં સોમવારે 636 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે સંક્રમણના 3599 નવા કેસ નોંધાયા છે. ઈટાલીમાં 1.33 લાખ કેસ છે અને 16 હજાર 523 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ધર્મના આધારે કોરોનાના દર્દીઓને અલગ ન કરો: WHO

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ધર્મ કે જાતિના આધારે કોરોનાના દર્દીઓને અલગ ન કરવાની ભલામણ કરી છે. WHOના માઈકલ રેયાનએ કહ્યું કે કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થઈ જાય છે તો તેમાં તેની કોઈ ભૂલ નથી. કોરોનાના દર્દીઓનું ધર્મ કે જાતિના આધારે વિભાજન ન કરવું જોઈએ. એક ભારતીય પત્રકાર દ્વારા દિલ્હીના મરકજથી કોરોના ફેલાયા અંગેના પ્રશ્નના જવાબમાં તેઓએ આ વાત કહી હતી.WHO ઈસ્લામ અને અન્ય ધર્મના નેતાઓ સાથે સંપર્કમાં છે અને ધાર્મિક આયોજનો ટાળવા માટે તેઓ સાથે ચર્ચા કરી રહ્યું છે.

ચીનમાં સોમવારે એક પણ મોત નહીં અને 32 નવા કેસ

ચીનમાં સોમવારે એક પણ મોત નોંધાયું નથી.  અહીં 32 નવા કેસ નોંધાયા છે, જે તમામ દેશ બહારના નાગરિકો છે. અત્યાર સુધીમાં અહીં 3331 લોકોએ જીવ ગુમાવ્યો છે. ચીનમાં કુલ 81 હજાર 740 કેસ નોંધાયા છે. ચીનમાં હાલ કોરોનાના 1242 જ એક્ટિવ કેસ (સારવાર લઈ રહેલા દર્દી) છે.

નેપાળમાં લોકડાઉન 15 એપ્રિલ સુધી લંબાવાયું

નેપાળ સરકારે સોમવારે લોકડાઉન એક સપ્તાહ વધારીને 15 એપ્રિલ સુધી કરી દીધું છે. અહીં અત્યાર સુધીમાં નવ કેસ સામે આવ્યા છે. જેમાંથી એક યુવક સાજો થઈ ગયો છે.

વિશ્વભરના દેશોમાં કોરોનાની સ્થિતિ

દેશ કેસ મોત
અમેરિકા 367,629 10,941
સ્પેન 136,675 13,341
ઈટાલી 132,547 16,523
જર્મની 103,375 1,810
ફ્રાન્સ 98,010 8,911
ચીન 81,740 3,331
ઈરાન 60,500 3,739
બ્રિટન 51,608 5,373
તુર્કી 30,217 649
સ્વિત્ઝરલેન્ડ 21,657 765
બેલ્જિયમ 20,814 1,632
નેધરલેન્ડ 18,803 1,867
કેનેડા 16,667 323
ઓસ્ટ્રિયા 12,297 220
બ્રાઝીલ 12,232 566
પોર્ટુગલ 11,730 311
દક્ષિણ કોરિયા 10,331 192
ઈઝરાયલ 8,904 57
સ્વિડન 7,206 477
રશિયા 6,343 47
ઓસ્ટ્રેલિયા 5,895 45
નોર્વે 5,865 76
આયરલેન્ડ 5,364 174
Czechia 4,822 78
ચીલી 4,815 37
ભારત 4,778 136

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here