રાજકોટમાં 116 કેસ-21ના મોત, જામનગરમાં 87 કેસ, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ બાદ પત્ની અને જમાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

0
0

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યાની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં આજે વધુ 116 કેસ નોંધાયા છે. રાજકોટમાં સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી સારવાર માટે આવેલા 21 દર્દીના કોરોનાથી મોત નીપજ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં 19નાં અને ખાનગી હોસ્પિટલમાં 2ના કોરોનાથી મોત નીપજ્યા છે. આ સાથે જ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 3262 પર પહોંચી ગઈ છે. સી.આર. પાટીલની સભામાં હાજર રહેનાર માંગરોળના પૂર્વ ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે તેમના પત્ની અને જમાઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ તેમના પીએ અને ડ્રાઈવર સહિત 8 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અભય ભારદ્વાજના પત્ની અલ્કાબેન હોમ આઈસોલેટ થયા છે.

સી.આર. પાટીલીની સભામાં હાજરી આપનાર માંગરોળના ભાજપના પૂર્વ ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

જુનાગઢના માંગરોળના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન ભગવાનજીભાઇ કરગટીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. થોડા દિવસ પહેલાં ભગવાનજીભાઇ કરગટીયાએ સી.આર. પાટીલની સભામાં હાજરી આપી હતી. હાલ કેશોદની કોવિડ નોબેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભગવાનજીભાઇને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. હાલ તેઓને ICUમાં રખાયા છે. હાલ તેમના મત વિસ્તારના લોકોએ ભગવાનજીભાઇ જલ્દીથી સાજા થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

104 દ્વારા થર્મલ ગન દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે
(104 દ્વારા થર્મલ ગન દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે)

 

અભય ભારદ્વાજના આરોગ્ય માટે ઇશ્વરિયા મહાદેવ મંદિરે યજ્ઞનું આયોજન

રાજકોટ ઈશ્વરિયા મહાદેવ મંદિર ખાતે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ તથા તેમના પુત્ર અંશ માટે રોગ નિવારક દુર્ગા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અભય ભારદ્વાજ અને તેનો પરિવાર કોરોનાની ઝપટે ચડી ગયો છે અને હાલ સિવિલ હોસ્પિટલમાં અભય ભારદ્વાજ સારવાર લઈ રહ્યા છે.

1408 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 3220 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 1408 સારવાર હેઠળ છે. જ્યારે સોમવારે 38 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. રાજકોટમાં કોરોના દર્દીના નામ જાહેર કરવા માટે કોંગી કોર્પોરેટર અતુલ રાજાણીએ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે.

સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 218 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં સોમવારે 35 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં 14 કેસ, અમરેલી જિલ્લામાં 30 કેસ, પોરબંદર જિલ્લામાં 5 કેસ અને 2 મોત નોંધાયા હતા. જામનગર જિલ્લામાં 110 કેસ, મોરબી જિલ્લામાં 24 વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો હતો.

રાજકોટમાં 108ના અધિકારીઓને ઉધડા લેતા જયંતિ રવિ
(રાજકોટમાં 108ના અધિકારીઓને ઉધડા લેતા જયંતિ રવિ)

 

લાંબા સમય માટે 108 ઉભી રહેતા હોસ્પિટલના અધિકારીઓને જયંતિ રવિએ ખખડાવ્યા

કોરોના મહામારીમાં લાંબા સમય માટે 108 ઉભી રહેતા હોસ્પિટલના અધિકારીઓને રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ ખખડાવ્યા હતા. રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ મુલાકાત લીધી હતી. કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે રાહુલ ગુપ્તા, મનપા કમિશનર ઉદિત અગ્રવાલ, પરિમલ પંડ્યા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. કોવિડ કેમ્પસમાં લાંબા સમય માટે 108 ઉભી રહેતા હોસ્પિટલના અધિકારીઓને ખખડાવ્યા હતા. તેમજ હોસ્પિટલને લગતા અન્ય જરૂરી સૂચનો પણ આપ્યા હતા.

104 હેલ્પલાઈનમાં રોજ 100થી વધુ ફોન આવે છે

કોરોનાની મહામારીને લઈને રાજકોટ મનપાની આરોગ્ય ટીમે શરદી-તાવ-ખાંસી જેવા લક્ષણો ધરાવતા લોકોને 104 નંબર પર કોલ કરીને માહિતી મેળવવા માટે અપીલ કરી છે. ત્યારે આજે 104 હેલ્પલાઈન ટીમ દરરોજ 100થી વધુ ફોન હેન્ડલ કરી રહી છે. શહેરના કોઈપણ વિસ્તારમાં રહેતો નાગરિક ઘરે બેઠા નિ:શુલ્ક સારવાર મેળવી શકે છે. બીજી તરફ કોવિડ હોસ્પિટલની મુલાકાત દરમિયાન આરોગ્ય સચિવ જંયતિ રવિએ હોસ્પિટલના કેમ્પસમાં લાંબા સમય સુધી 108 ઉભી રહેતા અધિકારીઓે ખખડાવ્યા હતા અને અન્ય જરૂરી સૂચનો આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here