117 વર્ષમાં 2018 છઠ્ઠું સૌથી ગરમ વર્ષ રહ્યું, મોસમી આપત્તિના કારણે 1428ના મોત

0
14

નવી દિલ્હી: તાપમાનની દ્રષ્ટીએ ગયુ વર્ષ 117 વર્ષમાં છઠ્ઠું સૌથી ગરમ વર્ષ રહ્યું હતું. દેશના એવરેજ તાપમાનમાં સરેરાશ 0.41 ડિગ્રીનો વધારો નોંધવામાં આવ્યો. આ દરમિયાન મોસમી આપત્તિઓ અને બીમારીઓના કારણે 1428 લોકોના મોત થયા છે. તેમાં સૌથી વધારે ઉત્તરપ્રદેશમાં 590 લોકોના મોત થયા છે.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે હવામાન વિભાગ તરફથી બુધવારે આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 2018ના શિયાળામાં જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં એવરેજ તાપમાનમાં 0.59 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે. 1901 પછીથી આ મહિનાઓના હિસાબથી પાંચમું સૌથી વધારે ગરમ વર્ષ રહ્યું. માર્ચથી મે મહિના સુધીનું તાપમાન પણ સામાન્ય કરતાં વધારે રહ્યું હતું. 117 વર્ષની સરખામણીએ આ સાતમી વખત સૌથી વઘારે ગરમ મહિના રહ્યા હતા.

બુધવારે જાહેર કરવામાં આવેલા આ વિશ્લેષણ રિપોર્ટ પ્રમાણે છેલ્લા અમુક દશકાઓથી જળવાયુ પરિવર્તનનો પ્રભાવ ખૂબ ઝડપથી અસર કરી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે 2001-10 દરમિયાન તાપમાન સામાન્યથી 0.23 ડિગ્રી વધારે રહ્યું. જ્યારે 2009-18 વચ્ચે આ તાપમાન એવરેજ 0.37 ડિગ્રી વધારે રહ્યું છે.

6 વર્ષોમાં એવરેજ કરતાં કેટલું વધારે રહ્યું મહત્તમ તાપમાન?
વર્ષ તાપમાન
2016 0.72 ડિગ્રી
2009 0.56 ડિગ્રી
2017 0.55 ડિગ્રી
2010 0.54 ડિગ્રી
2015 0.42 ડિગ્રી
2018 0.41 ડિગ્રી

 

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવને રિપોર્ટના આધારે ટ્વિટ કર્યું છે કે, દેશમાં ગયા વર્ષે ચક્રવાત, વીજળી પડવી, ખૂબ ગરમી અને મૂશળધાર વરસાદથી 1,428 લોકોના મોત થયા છે.

1,428માંથી લગભગ અડધી 688 મોત પૂરના કારણે થઈ છે. કેરળમાં પૂરના કારણે 223 લોકોના મોત થયા છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે 590 લોકોના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here