Friday, April 26, 2024
Homeચોમાસુ : મેઘો રિઝ્યોઃ રાજ્યમાં સીઝનનો 118.11 ટકા વરસાદ, કહીં ખુશી કહીં...
Array

ચોમાસુ : મેઘો રિઝ્યોઃ રાજ્યમાં સીઝનનો 118.11 ટકા વરસાદ, કહીં ખુશી કહીં ગમ

- Advertisement -

વરસાદને કારણે કહીં ખુશી કહી ગમ જેવો માહૌલ સર્જાયો છે. સીઝનનો 118.11 ટકા વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે. 26 તાલુકામાં 10થી 20 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

– 8મી સપ્ટેમ્બરથી 12મી સુધી વરસી રહેલો વરસાદ સરપ્લસ
– ઉકાઈ ડેમમાં પાણીની આવકને પગલે હરખની હેલી
– નર્મદા કાંઠાના ગામોમાં પૂરની સ્થિતિ,

સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 2013માં 128 ટકા વરસાદ નોંધાયો હતો આ વર્ષે આ રેકોર્ડ તુટે તેવું લાગી રહ્યુ છે. જો કે આવતીકાલથી વરસાદનું જોર ઘટે તેવું લાગે છે. 12મી સુધી દરિયાકાંઠાના વિસ્તારોને દરિયો ન ખેડવા એલર્ટ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં 8મી સપ્ટેમ્બરથી શરૂ થયેલો વરસાદ 12મી સુધી લંબાયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો અને સામાન્ય લોકોને પણ દરિયો ન ખેડવા માટે હવામાન ખાતાએ ચેતવણી આપી છે.

કયા તાલુકામાં કેટલો વધુ વરસાદ
રાજ્યમાં સીઝનનો 118.11 ટકા વરસાદ નોંધાયો છે. 26 તાલુકામાં 10થી 20 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો. 150 તાલુકામાં 20થી 40 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો. અને 75 તાલુકામાં 40 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સીઝનનો સરેરાશ 39 ઈંચ વરસાદ નોંધાયો છે.

મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો
ઉપરવાસમાં વરસાદનું જોર ઘટવાને કારણે પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે. હાલ ડેમમાં પાણીની આવક 35000 ક્યુસેક છે. ડેમનો એક ગેટ ચાર ફૂટ ખોલવામાં આવ્યો છે.
મહી નદીમાં 27817 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. સુજલામ સુફલામ કેનાલમાં 1100 ક્યુસેક પાણી છોડાયું છે. કેએલબીસી કેનાલમાં 425 ક્યુસેક પાણી છોડાવામાં આવ્યુ છે હાલ કડાણા ડેમની સપાટી 417 ફૂટ છે. લુણાવાડા, કડાણા,ખાનપુર, સંતરામપુર, કડાણાના ડિટવાસ પંથક, ખાનપુર લુણાવાડા તાલુકામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

અરવલ્લીના મોડાસાનો માઝુમ ડેમ છલકાયો
ઉપરવાસથી 200 ક્યુસેક પાણીની આવક થવાને કારણે અરવલ્લીનો મોડાસાનો માઝુમ ડેમ છલકાયો છે. રૂલ લેવલ જાળવવા 1 ગેટ 4 ઇંચ ખોલવામાં આવ્યો હતો. હાલ ડેમની સપાટી 157.10 મીટરે પહોંચી છે.

પોરબંદરના ડેમ છલકાયા
જિલ્લાના ડેમ પાણીથી છલકાતા ખેડૂતો સહિતના લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે. પોરબંદરની જીવાદોરી સમાન ફોદાળા-ખંભાડા ડેમમાં પાણીની આવક થઈ છે જેને પગલે ફોદાળા ડેમ ઓવરફ્લો થવામાં ફક્ત 6 ફૂટ બાકી છે. હાલ ફોદાળા ડેમની જળ સપાટી 31 ફૂટે પહોંચી ગઈ છે. જ્યારે ખંભાડા ડેમની જળ સપાટી 20 ફૂટે પહોંચી છે. ખંભાડા ડેમની કુલ જળ સપાટી છે 34 ફૂટ ઠેય

સુરતમાં વરસાદ, તાપીનો ઉકાઈ ડેમમાં હરખની હેલી
સુરતમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નાનપુરા, અઠવાલાઇન્સ, રાંદેર, અડાજણ, રિંગરોડ, મજુરા, ઉધના, પરવત પાટિયામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે
તાપીના વ્યારામાં વ્યારા, વાલોડ , સોનગઢ, ડોલવણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ઉકાઈ ડેમની જળસપાટી 339.77 ફૂટે પહોંચી છે. ડેમની ભયજનક સમાટી 345 ફૂટ છે. ડેમમાં 89 હજાર ક્યુસેક પાણીની આવક થતા 1.21 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતુ.

ભરૂચ માં પૂરની સ્થિતી
ભરૂચમાં પુરની સ્થિતિનું નિર્માણ થયું છે. ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની સપાટી 31.25 ફૂટ છે. નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફુટ છે. પાણીનું સ્તર વધતા નિંચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે અને 3000થી વધુ લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular