‘દેવીયો આૈર સજ્જનો.’: આજથી કૌન બનેગા કરોડપતિની 11મી સીઝન શરૂ

0
52

ફેમસ ટીવી ગેમ શો ‘કોન બનેગા કરોડપતિ’ની 11મી સિઝનનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યાે છે. સોની ટીવી પર રાત્રે 9 વાગ્યાથી શરૂ થવા જઈ રહેલો આ શો ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે. આ વખતના શોમાં બિગ-બીના ડ્રેસ અને શોના મ્યુઝિકમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ શો અમિતાભ બચ્ચનના યુનિક એન્કરિ»ગ બદલ આેળખવામાં આવે છે. જે રીતે તેઆે સ્પર્ધકો સાથે હસી-મજાક કરે છે તેનાથી ત્યાં ભાગ લેનારા લોકો તો ઠીક પરંતુ ટી.વી. સામે બેસીને શો જોનારા પણ આફરીન પોકારી ઉઠે છે.


ખાસ કરીને બીગ-બીની પંચલાઈન ‘દેવીયાેં આૈર સજ્જનો’ તો શોની રીતસરની આેળખ બની ચૂક્યા છે. સફળ થવા માટે પોતાના નિર્ણય પર અડગ રહેવા માટે જીવનમાં આગળ વધવાનો સંદેશ આપતાં આ વખતે ‘અડે રહો’નું સૂત્ર શોને આપવામાં આવ્યું છે. શોના પ્રાેમોમાં જણાવાઈ રહ્યું છે કે તમે તમારા જીવનમાં જે નિર્ણય લ્યો છે જો તેના ઉપર પૂરી ધગશ સાથે કામ કરશો તો અવશ્ય સફળતા સાંપડશે. જો તમારા પણ ટાર્ગેટ કેબીસીમાં જવાનો અને ઈનામ જીતવાનો છે તો તમે તમારા જ્ઞાન ઉપર અડગ રહો.
શોના નવા ફોર્મેટને લઈને પાંચ લોકોની ભૂમિકા સામે આવી રહી છે જેનો વીડિયો સોની ટીવીએ પોતાના ટવીટર એકાઉન્ટ ઉપર શેયર કર્યો છે. શોની પ્રાઈઝમનીને લઈને કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ એવા અહેવાલો છે કે ઈનામી રકમ 7 કરોડ રૂપિયા હોઈ શકે છે. સવાલ પૂછવાના ફોર્મેટમાં ફેરફારો કરવામાં આવ્યા છે. પ્રાેમોમાં બચ્ચન સ્પર્ધક સાથે સ્પર્ધકની અને પોતાની પર્સનલ લાઈન ઉપર મજાક કરતાં નજરે પડી રહ્યા છે.
આ શોને હોટફેવરિટ બનાવવા બદલ બચ્ચન સહિત પાંચ લોકોની મહેનત છે જેમાં ફ્લાેર મેનેજર સંદીપ કૌલ, ડાયરેક્ટર અરુણ શેષકુમાર અને શોના રનર સુજાતા સંઘમિત્રાનો મુખ્ય ફાળો છે. પ્રથમ સિઝનથી જ શો સાથે જોડાયેલા સંદીપ કોલ જણાવે છે કે ત્યારથી લઈને અત્યાર સુધીમાં શો ઘણો બદલાઈ ચૂક્યો છે. કેબીસીની દુનિયામાં બધું હોય છે. મારા માટે આ શો સૌથી ખાસ છે. આ શો મનોરંજનની સાથે નોલેજ પણ પીરસતો હોય તેની લોકપ્રિયતા સાતમા આસમાનને આંબી રહી છે.
જ્યારે ડાયરેક્ટર અરૂણ શેષકુમારે જણાવ્યું કે પ્રથમ સિઝનથી લઈ અગીયારમી સીઝન સુધીમાં અમિતજીની એનજીર્ 11 ગણી વધી ગઈ છે. લોકો માટે આ શો 9 વાગ્યે શરૂ થઈ જાય છે પરંતુ અમારા માટે આ શો 8 વાગ્યાથી શરૂ થઈ જાય છે. આ સિઝનમાં પણ ઘણું બધું નવું જોવા મળશે. આ વખતે નવો બગી કેમેરા નામનો એક નવો કેમેરો પણ શોમાં લવાયો છે જે અત્યંત ખૂબસુરત શોટસ કેદ કરશે.
વર્ષ 2000થી કેબીસી સાથે જોડાયેલા સુજાતા સંઘમિત્રા જણાવે છે કે પહેલાની જેમ આજે પણ અમે એલર્ટ છીએ કેમ કે અમિતાભ બચ્ચન આજે પણ એવા જ છે. તેઆે આજે પણ એ જ પ્રકારે રિહર્સલ કરે છે જેવું 19 વર્ષ પહેલાં કરતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here