Thursday, September 23, 2021
Home12 વર્ષના કરિયર માં પહેલીવાર ડબલ રોલ કરશે રણબીર કપૂર, ‘શમશેરા’માં બનશે...
Array

12 વર્ષના કરિયર માં પહેલીવાર ડબલ રોલ કરશે રણબીર કપૂર, ‘શમશેરા’માં બનશે ડાકૂ

મોખરાનો અભિનેતા રણબીર કપૂર યશ રાજની આગામી એક્શન થ્રીલર ફિલ્મ શમશેરામાં ડબલ રોલ કરવાનો હોવાની વાતો વહેતી થઇ હતી. જો કે યશ રાજે પોતે હજુ આ દિશામાં કોઇ ઔપચારિક જાહેરાત કરી નથી. આ ફિલ્મમાં રણબીરની સાથોસાથ સિનિયર અભિનેતા સંજય દત્ત અને અભિનેત્રી વાણી કપૂર પણ ચમકવાનાં છે.

https://www.instagram.com/p/BvYpG2mlex8/?utm_source=ig_embed

બ્રિટિશ રાજમાં પોતાને થયેલા અન્યાય સામે લડવા ડાકુ બની ગયેલા શમશેરાની આ વાત છે. કરણ મલ્હોત્રા એના ડાયરેક્ટર છે. આ ફિલ્મમાં રણબીર ડબલ રોલ કરી રહ્યો હોય એવું લાગે છે કારણ કે એ મુખ્ય પાત્ર ઉપરાંત એ પાત્રના પિતાનો રોલ પણ કરી રહ્યો છે અને બંને પાત્રોનું શૂટિંગ સાથોસાથ થઇ રહ્યું છે.

https://www.instagram.com/p/BvMsyR8FWJ1/?utm_source=ig_embed

અભિનેતા તરીકેની બાર વર્ષની કારકિર્દીમાં રણબીર પહેલીવાર ડબલ રોલ કરી રહ્યો છે એવું જાણવા મળ્યું હતું. અગાઉ રણબીરે યશ રાજની રૉકેટ સિંઘઃ સેલ્સમેન ઑફ ધી યર (2009) ફિલ્મ કરી હતી.શમશેરા 2020ના જુલાઇમાં રજૂ કરવાની એના સર્જકોની યોજના છે.

https://www.instagram.com/p/Biv30DIHor0/?utm_source=ig_embed

રણબીરની ફિલ્મ શમશેરાના નામની સાથે સાથે તેની ટેગાલઇન પણ દમદાર છે. ફિલ્મની પંચલાઇન ફિલ્મની સ્ટોરી વિશે ઘણુંબધુ કહી જાય છે. યશરાજ ફિલ્મના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું ડાયરેક્શન કરણ મલ્હોત્રા કરશે અને પ્રોડક્શની જવાબદારી આદિત્ય ચોપરાના ખભા પર છે.

https://www.instagram.com/p/BszvbygAMkR/?utm_source=ig_embed

રણબીર કપૂર 9 વર્ષ બાદ યશરાજ બેનર સાથે જોડાવા જઇ રહ્યો છે. આ બેનર સાથે તેની છેલ્લી ફિલ્મ રોકેટ સિંહ-સેલ્સમેન ઑફ ધ યર હતી. આ અંગે રણબીર કપૂરે જણાવ્યું કે ફિલ્મ મેકર કરણ મલ્હોત્રા સંપૂર્ણ રીતે મને મારા કમ્ફર્ટ ઝોન માંથી બગાર લાવવા જઇ રહ્યા છે અને હું આ ચેલેન્જ માટે તૈયાર છુ.

https://www.instagram.com/p/BvE1eKRl-lK/?utm_source=ig_embed

અગિનપથ અને બ્રધર્સ જેવી ફિલ્મો બાદ શમશેરા કરણ મલ્હોત્રાની ત્રીજી ફિલ્મ છે. ઉલ્લેખનીય છે કે કરણની આ ફિલ્મોએ બોક્સઑફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. જો કે હવે જોવું રહ્યું કે રણબીર કપૂર સ્ટારર શમશેરા બૉક્સઑફિસ પર કેવો કમાલ કરી દેખાડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments