વડોદરા જિલ્લા અને તાલુકા કક્ષાના 12 શ્રેષ્ઠ શિક્ષકને સન્માનિત કરાયા

0
0

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે આજે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ઊર્મિ સ્કૂલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસગે નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીના હસ્તે વડોદરા જિલ્લા કક્ષાના 4 અને તાલુકા કક્ષાના 8 મળી ફુલ 12 શિક્ષકનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નર્મદા વિકાસ રાજ્યમંત્રીના અનુરોધને પગલે BRG ગ્રુપના બકુલેશ ગુપ્તાએ વિનામૂલ્યે સંસ્કૃત શિક્ષણના વર્ગો તેમની શાળામાં શરૂ કરવાની તત્પરતા જાહેર કરી હતી.

શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન
(શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન)
શાળામાં શાકવાડીના ઉછેરનો અભિનવ પ્રયોગ કરનાર શિક્ષકનું સન્માન
વડોદરા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકને 15 હજાર રૂપિયાનો ચેક, પ્રશસ્તિ પત્ર અને શાલ તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકને 5 હજાર રૂપિયાનો ચેક, પ્રશસ્તિ પત્ર અને શાલ અર્પણ કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ શિક્ષકો પૈકી રોહન ત્રિવેદીએ બાંસુરી વાદન દ્વારા સરસ્વતી વંદના કરી હતી. શાળામાં શાકવાડીના ઉછેરનો અભિનવ પ્રયોગ કરનાર નરેન્દ્ર ચૌહાણ સહિત પ્રાથમિક માધ્યમિક શિક્ષકોનો સન્માનિતોમાં સમાવેશ થતો હતો.

 

સરકારી શાળાઓને શ્રેષ્ઠ શાળા બનાવવાનું આયોજન કરવા અનુરોધ
વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી એક શિક્ષકો અને અધિકારીઓનું એક ગ્રુપ બનાવે અને શ્રેષ્ઠ ગણાતી ખાનગી શાળાઓનું નિરીક્ષણ કરી સરકારી શાળાઓને મોડેલ શાળા બનાવવાનું આયોજન કરે એવો અનુરોધ કરતાં નર્મદા વિકાસ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, શિક્ષકો શિક્ષણની ગુણવત્તા અને વાતાવરણની રીતે સરકારી શાળાઓને શ્રેષ્ઠ શાળા બનાવવાનું આયોજન કરે જેથી આ શાળાઓમાં બાળકોને ભણાવવાનું આકર્ષણ વાલી સમુદાયમાં વધે. વિદ્યાર્થીઓને માત્ર ભણાવવાથી કામ પૂરૂ થઈ જતું નથી. શિક્ષકો એમને બહારના જગતનો પરિચય કરાવે અને એને ઓળખવાની કુશળતા એમનામાં ખીલવે. તેમણે શાળાની શાખ વધે અને નામના કેળવાય એ લક્ષ્ય સાથે શિક્ષકોને કામ કરવા અનુરોધ કર્યો હતો.

કોરોના સંકટ અને ચૂંટણીઓ સહિતના કામોમાં શિક્ષકોના યોગદાનને બિરદાવ્યું
વડોદરા જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં શૈક્ષકને દેવ સમાન ગણવામાં આવ્યાં છે. સ્વ. પૂર્વ રાષ્ટ્રપતિ ડો.રાધાકૃષ્ણનને આદર અંજલી આપતાં જણાવ્યું કે, તેમણે ભારતીય શિક્ષણને નવી દિશા આપી, તેમણે તાજેતરના કોરોના સંકટ અને ચૂંટણીઓ સહિત સમાજ હિતના તમામ કામોમાં શિક્ષકોના યોગદાનને બિરદાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here