Thursday, August 5, 2021
No menu items!
Homeરાજકોટ : 24 કલાકમાં 12ના મોત, કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 11,222 પર...
Array

રાજકોટ : 24 કલાકમાં 12ના મોત, કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 11,222 પર પહોંચી : હોટલ-રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ.

રાજકોટમાં 24 કલાકમાં 12 દર્દીના કોરોનાથી મોત થયા છે. જ્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 11,200ને પાર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 770 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં ગુરુવારે 91 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. કોરોના સંક્રમણ અટકાવવા હોટલ-રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગ ચેકિંગ કરશે. આ સાથે જ સુપર સ્પ્રેડરના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

રાજકોટ સહિત જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 16,600ને પાર પહોંચી

રાજકોટ સહિત જિલ્લામાં કુલ કેસ 16672 થયા છે. રાજકોટમાં બે દિવસ સુધી રોજના 10 મોત બાદ ગુરુવારે 6નાં મોત નોંધાયા હતાં. મનપાની આરોગ્ય શાખાએ સુપર સ્પ્રેડરને શોધીને ચેપ અટકાવવાના ભાગરૂપે ફેરિયાઓ અને વધુ લોકો આવતા હોય તેવા ધંધાર્થીઓના સ્ક્રીનિંગ શરૂ કર્યા છે. ગુરુવારે ચંદ્રેશનગર, એસ. કે. ચોક અને ગુરુપ્રસાદ ચોકના હોકર ઝોનમાં સ્ક્રીનિંગ અને ટેસ્ટ કરાયા હતા. ચંદ્રેશનગરમાં 116ના ટેસ્ટ કરાતા 1, જ્યારે એસ. કે. ચોકમાં 114ના ટેસ્ટ કરાતા 2 પોઝિટિવ નીકળ્યા હતા. ગુરુપ્રસાદ ચોકમાં 35ના ટેસ્ટ કરાયા પણ કોઈ પોઝિટિવ કેસ આવ્યા ન હતા. આ રીતે કુલ 300નું સ્ક્રીનિંગ અને 243ના ટેસ્ટ કરાતા 3 પોઝિટિવ મળ્યા હતા.

હોટલ-રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 11 હજારને પાર પહોંચી જતા ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સંક્રમણ અટકાવવા હોટલ-રેસ્ટોરન્ટમાં અને શહેરના એન્ટ્રી પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ રાત્રિના સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જામનગરની ગુરૂ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલના 88 નર્સોએ કોરોનાને હરાવ્યો

જામનગરની ગુરૂ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલમાં કોરોનાની સરવાર કરતી નર્સો પૈકીનો 88 નર્સિંગ સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે તમામે કોરોનાને હરાવીને ફરી કોરોનાગ્રસ્ત દર્દીઓના સારવારમાં લાગી ગયા છે. આ 88 નર્સ સ્ટાફ પૈકી ગુરૂ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલમાં 23 નર્સિંગ સ્ટાફે સારવાર લઇને કોરોના મુકત બન્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments