સુરતની રઘુવીર માર્કેટની ભીષણ આગને 12 કલાક થવા છતાં બેકાબૂ, 1 ફાયરજવાન ઇજાગ્રસ્ત

0
21

સુરત, તા. 21 જાન્યુઆરી 2020, મંગળવાર

સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ લાગતા અફરા-તફરી મચી ગઈ છે. આગની ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 70થી 75 જેટલી ગાડીઓ અને 500થી વધુ ફાયરજવાનો ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરે છે.

જોકે 12 કલાક થયા છતાં આગ કાબૂમાં આવી નથી. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન એક ફાયર જવાનને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જાણવા મળે છે.

પૂણા – સારોલી જકાતનાતા રોડ પર આવેલી રઘુવીર માર્કેટમાં ગઈકાલે મોડી રાત્રે કપડાની એક દુકાનમાં આગ લાગી ત્યાર બાદ ધીમે ધીમે પ્રસરતા સમગ્ર બિલ્ડીંગ આગના ઝપેટમાં આવી ગઈ.

આગ બેકાબૂ બનતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આગ એટલી બધી વિકરાળ લાગી છે કે તેનો ધુમાડો કિલોમીટર દૂર જોવા મળી રહ્યો છે.

સુરત શહેરની 17 ફાયર સ્ટેશનની 50થી વધુ ફાયરની ગાડીઓ અને 500થી વધુ બાર જવાનું ઘટનાસ્થળે ધસી ગયા હતા. એટલું જ નહીં પણ આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર અને કંપનીઓની સાહેબની ગાડીઓ પણ મદદ માટે દોડી આવી હતી.

જોકે 70થી 75 ગાડી ત્યાં પહોંચી ગઈ હતી. વાયર જવાનોએ 12 કલાક સુધી જહેમત ઉઠાવી છતાં આગ કાબૂમાં આવી નથી. જોકે સાંજે આગ બુઝાવવાની કામગીરી દરમિયાન કાચ તોડીને ફાઈટિંગ કરવા જતા તેના હાથમાં ઈજા થઈ હતી. તેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે સાંજે પણ ફાયર જવાનો દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here